ટોપ ન્યૂઝનેશનલ

કચ્ચાતીવુ મામલે INDIA ગઠબંધનમાં ખાટુ પડ્યું, MDMKએ કોંગ્રેસ પર દગાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા કચ્ચાતીવુનો મુદ્દો (Katchatheevu issue) ચર્ચામાં આવ્યો છે. હવે તમિલનાડુ સરકાર અને કોંગ્રેસના સાથી MDMKના સ્થાપક વાઈકોએ (MDMK founder Vaiko,) આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે સમયે કોંગ્રેસે દરેક પગલા પર તમિલનાડુ સાથે દગો કર્યો હતો. MDMKના સ્થાપક વાઈકોએ કચ્ચાતીવુ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે સમયે કોંગ્રેસે દરેક મોરચે તમિલનાડુ સાથે દગો કર્યો હતો. આ દરમિયાન તેઓ ખૂબ નારાજ પણ દેખાઈ રહ્યા છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ કોંગ્રેસના આ વલણથી ખૂબ નારાજ છે.

ગયા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) એક ટ્વીટમાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીએ જાણીજોઈને શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ આપ્યો હતો. પીએમ મોદીએ RTIમાં મળેલા જવાબના આધારે એક રિપોર્ટ ટાંકીને ટ્વિટર પર લખ્યું, ‘આ ચોંકાવનારો મામલો છે. નવા તથ્યો સામે આવ્યા છે કે કોંગ્રેસે જાણીજોઈને શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ આપ્યો હતો. દરેક ભારતીય આનાથી ગુસ્સે છે અને આનાથી અમને ફરી એકવાર એવું માનવા માટે મજબૂર થયા છે કે અમે કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકતા નથી.ભારતની અખંડિતતા, એકતા અને હિતોને નબળા પાડવી એ કોંગ્રેસની કામ કરવાની રીત છે. જે 75 વર્ષથી ચાલી રહી છે.

PM મોદી બાદ, વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના વડા પ્રધાનોએ કચ્ચાતીવુ ટાપુ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી હતી અને ભારતીય માછીમારોની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીએ 1974માં દરિયાઈ સીમા સમજૂતીમાં શ્રીલંકાને આપવામાં આવેલા કાચાથીવુ ટાપુને ‘નાનો ટાપુ’ અને ‘નાનો ખડક’ ગણાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં લોકસભાની 40 બેઠકો છે, જેમાંથી DMK ઉમેદવારો 21 બેઠકો પર અને કોંગ્રેસના ઉમેદવારો 9 વત્તા 1 (પુડુચેરી) બેઠકો પર ચૂંટણી લડશે. ડીએમકે અને કોંગ્રેસ ઉપરાંત, વીસીકે 2, સીપીઆઈ 2, મુસ્લિમ લીગ અને એમડીએમકે એક-એક સીટ પર ચૂંટણી લડશે. આ ઉપરાંત KMDK ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હશે, પરંતુ તે DMKના ચૂંટણી ચિન્હ પર પોતાનું નસીબ અજમાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button