નેશનલ

એક તરફ કાશ્મીરમાં આતંકી હુમલાઓ અને બીજી તરફ કાશ્મીર પંડિતો કેમ જઈ રહ્યા છે કાશ્મીર ?

નવી દિલ્હી: હાલ ભારતનું ઉત્તરનું રાજ્ય જમ્મુ કાશ્મીર આતંકી હુમલાઓથી હચમચી ગયું છે. રાજ્યના કઠુઆ, રિયાસી અને ડોડામાં આતંકી હુમલાઓ થઈ રહ્યા છે અને તેમ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ રિયાસીમાં યાત્રિકોની બસ પર આતંકી હુમલો થયો હતો. આ બધાની વચ્ચે હવે 5000થી વધુ લોકો કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે કાશ્મીર જઈ રહ્યા છે. જો કે તેમાંના મોટાભાગના લોકો કાશ્મીરી પંડિતો છે. આ લોકો વર્ષે ભરાતા ખીર ભવાની મેળામાં જઈ રહ્યા છે. પણ શું છે આ મેળાનું મહત્વ ?

આ યાત્રા ચાર દિવસ સુધી ચાલશે
જમ્મુના નગરોટાથી 5,000 થી વધુ લોકો બુધવારે કડક સુરક્ષા વચ્ચે કાશ્મીરમાં વાર્ષિક ખીર ભવાની મેળામાં જવા રવાના થયા હતા. આ યાત્રા ચાર દિવસ સુધી ચાલશે. ભજન ગાતા અને મંત્રો ગાતા, શ્રદ્ધાળુઓ 176 બસમાં સવાર થઈને કાશ્મીર ખીણમાં પાંચ ધાર્મિક સ્થળો માટે રવાના થયા. અધિકારીઓએ કહ્યું છે કે યાત્રાળુઓ બપોરે રામબન ખાતે રોકાશે અને ભોજન કરશે. યાત્રાના સુચારુ આયોજન માટે સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Kathua terror attack: એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, 1 CRPF જવાન શહીદ

આતંકી હુમલાથી અમે નથી ડરતા : શ્રદ્ધાળુઓ
આ ખીર ભવાનીના મેળામાં જઈ રહેલા લોકોનો વિશ્વાસ અને હિંમત પણ ગજબ છે. મેળામાં જવા નીકળેલા શ્રદ્ધાળુઓને જ્યારે રાજ્યમાં ચાલી રહેલા આતંકવાદી હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમને આ આતંકવાદી હુમલાનો ડર નથી. ક્યાં સુધી આપણે ડરતા રહીશું? માતા સૌનું રક્ષણ કરશે. જગામમાં માતા ખીરભવાની મંદિરની મુલાકાતે ગયેલી કસુમ પંડિતાએ કહ્યું કે તેઓ ડરવાને બદલે તીર્થયાત્રામાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે.

આગામી 14મી જૂને જેઠ માસની આઠમના દિવસે ખીર ભવાની મેળો ઉજવાશે. આ મેળો ગાંદરબલના તુલમુલ્લા, કુપવાડાના ટીક્કર, અનંતનાગના લક્તિપોરા આશમુકામ, કુલગામના માતા ત્રિપુરાસુંદરી દેવસર અને કુલગામના માતા ખીરભવાની મંજગામમાં ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ મેળામાં ભારત અને વિદેશમાંથી લગભગ 80,000 સ્થળાંતરિત કાશ્મીરી પંડિતો ભાગ લેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button