Kashmir terror attacks: આતંકવાદીઓએ લિક્વિડ આઇઇડી વાપર્યું હોવાનો ખુલાસો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના આતંકવાદી હુમલા (J&K terror attacks)માં ૧૭ વર્ષ પછી પ્રવાહી વિસ્ફોટકો વપરાયા હોય તેવું લાગે છે કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પોલીસ દ્વારા તાજેતરમાં કરાયેલા દરોડામાં આવા શોધવામાં મુશ્કેલ (ડી૨ડી) લિક્વિડ આઇઇડી (Liquid IED)નો મોટો જથ્થો પકડાયો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
આ લિક્વિડ આઇઇડીનો જથ્થો ઓવર ગ્રાઉન્ડ વર્કર્સમાંથી એકની ઉલટતપાસ બાદ પકડાયો હતો. આતંકવાદીના એ મળતિયાની પુલવામામાં આ મહિનાની શરૂઆતમાં અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. એ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના સૌથી જૂના જીવિત આતંકવાદીઓમાંથી એક રિયાઝ ડાર ઉર્ફે “સત્તાર” ની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો સાથી રઈસ દાર ઠાર મરાયો હતો.
સૈન્યના વિસ્ફોટક નિષ્ણાતોએ ૬ કિલો વજનના અને પ્લાસ્ટિકના કન્ટેનરમાં સંગ્રહિત કરાયેલા લિક્વિડ આઇઇડીને ખતરનાક ગણીને નાશ કરવાનો નિર્ણય લીધો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આને મોટા જોખમ તરીકે અને આવા વિસ્ફોટકોને ડી૨ડી કેટેગરીના ગણી શકાય છે કારણ કે તે સ્નિફર ડોગ્સ અથવા રોડ ઓપનિંગ પાર્ટી દ્વારા ઉપયોગમાં લેવાતા પરંપરાગત ડિટેક્ટરથી શોધી શકાતા નથી.
૨૦૦૭ દરમિયાન દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા લિક્વિડ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી, જમ્મુ અને કાશ્મીરમાં ચાલેલા આતંકવાદના દાયકા દરમિયાન તે જોવામાં આવ્યા ન હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે એમને મળેલી ગુપ્ત માહિતી સૂચવે છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો હવે પ્રવાહી વિસ્ફોટકોનો ઉપયોગ કરશે.