Weather update: કાશ્મીરમાં ઠંડીનો પારો માઇનસ 5 ડિગ્રી પર પહોંચ્યો: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાત્રો થીજવનારી ઠંડી

નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પારો સાતમા આસમાને છે. 17-18 જાન્યુઆરી બાદ કદાચ ઠંડીથી રાહત મળી શકે છે. હવામાન ખાતામાંથી મળતી જાણકારી મુજબ ગુરુવારે દિલ્હીને ધુમ્મસથી રાહત મળી શકે છે. ત્યાં બીજી બાજુ કાશ્મીરમાં ઠંડીનો પારો માઇસન 5 ડિગ્રી પર પહોંચી ગયો છે.
પહાડો પરથી આવી રહેલી ઠંડી હવાને કારણે બુધવારે રાજધાની દિલ્હીમાં તડકો હોવા છતાં ઠંડી યથાવત હતી. હવામાન ખાતા મુજબ ગુરવારે પણ દિલ્હીમાં ઠંડી હવા ફૂંકાશે જેને કારણે ઠંડીથી રાહત નહી મળે.
દિલ્હીનું મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી હતું. જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી નોંધાયુ હતું. આખા દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતી જમ્મુ-કાશ્મીરની છે. જ્યાં તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી નીચું ગયું છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ગુરુવારે આકાશ સાફ રહેશે. થોડું ધુમ્મસ હોઇ શકે છે. મહત્તમ તાપમાન 17 અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે આજે વહેલી સવારથી જ લોકો ઠંડીને કારણે ધ્રુજી રહ્યાં છે.
જ્યારે 12થી 16 જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધી રહેશે. અને લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રી રહી શકે છે. એક અનુમાન મુજબ 12 અને 13મી જાન્યુઆરીના રોજ ઉત્તરના પહાડો પરથી ઠંડી હવા ફૂંકાશે. જ્યારે 16 અને 17 તારીખે ઠંડીથી રાહત મળી શકે છે.
દિલ્હી એનસીઆર ઉપરાંત પંજાબ, હરિયાણા અને ચંદીગઢ તથા કાશ્મીરમાં પણ ઠંડીનો પારો ચઢ્યો છે કારણ કે પહાડો પરથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે. આ વખતે હિમાલાયમાં બરફ પડ્યો નથી. દિવસ દરમિયાન વાદળો પણ દેખાતા નથી. જ્યારે નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં ધુમ્મસ છવાયેલું છે.