
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (J&K) માં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન હેવન પ્રીમિયર લીગ(IHPL)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડીઓ સાથે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ, ન્યુઝીલેન્ડનો જેસી રાયડર અને શ્રીલંકાનો થિસારા પરેરા જેવા સ્ટાર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ખેલાડીઓ પણ ભાગ લઇ રહ્યા છે, એવામાં આ ટુર્નામેન્ટના આયોજકો રાતોરાત શ્રીનગર છોડીને ભાગી જતાં ખેલાડીઓ, અમ્પાયર્સ અને અન્ય ઘણાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
અહેવાલ મુજબ યુવા સોસાયટી નામનાં એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન દ્વારા IHPLનું આયોજન કરવામાં આવ્યું હતું, કથિત રીતે પ્રદેશના રમતગમત અધિકારીઓએ પણ આ ટુર્નામેન્ટના આયોજનમાં મદદ કરી હતી. આ ટુર્નામેન્ટ 25 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી ચાલવાની હતી, મેચોનું સ્ટ્રીમિંગ ફેનકોડ પર થઇ રહ્યું હતું.
આપણ વાચો: BCCI ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે લઈ શકે છે મોટો નિર્ણય
ખેલાડીઓ હોટલમાં ફસાયા:
રવિવારે આયોજકો અચાનક ભેદી રીતે ગાયબ થઇ જતાં આ ટુર્નામેન્ટ અચાનક બંધ કરવામાં આવી છે, જેણે કારણે 40 ખેલાડીઓ, અમ્પાયરો અને અન્ય લોકો હોટલોમાં ફસાઈ ગયા. આયોજકો હોટેલના બીલ ચૂકવ્યા વગર ગાયબ થઇ ગયા છે.
ઇંગ્લેન્ડના અમ્પાયર મેલિસા જ્યુનિપરે સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે આયોજકો હોટેલમાંથી ગાયબ થઇ ગયા. ખેલાડીઓ અથવા અમ્પાયરોના પૈસા ચુકવવામાં આવ્યા નથી. ધ રેસિડેન્સી હોટેલના જણાવ્યા મુજબ આયોજકો બાકી રકમ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયા છે.
આપણ વાચો: સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી!
ખેલાડીઓને રોકવામાં આવ્યા:
અહેવાલો અનુસાર, ક્રિસ ગેલ સહિત કેટલાક ખેલાડીઓ શનિવારે જ હોટેલ છોડીને જતા રહ્યા હતાં. અહેવાલ મુજબ ખેલાડીઓની આયોજકો સાથે કોઈ મુદ્દે તકરાર થઇ હતી, ત્યાર બાદ હોટેલ છોડી જતાં રહ્યા હતા.
અહેવાલ મુજબ, ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર પરવેઝ રસૂલે જણાવ્યું કે ખેલાડીઓને તેમના હોટેલની બહાર નીકળતા રોકવમાં આવ્યા હતાં, ત્યાર બાદ આ મુદ્દો વિદેશી રાજદ્વારી ચેનલો સુધી પહોંચ્યો હતો, ત્યાર બાદ તેમને જવા દેવામાં આવ્યા હતાં.
આપણ વાચો: IPLમાં દર વર્ષે અબજો રૂપિયાનો કારોબાર થાય છે, સરકારને આ રીતે થાય છે આવક…
આયોજકો કેમ ભાગ્ય:
પ્રદેશ સરકાએ આ ટુર્નામેન્ટના આયોજનમાં મદદ કરી હોવાના પણ અહેવાલ છે. આ આઠ ટીમો ભાગ લઇ રહી હતી, જેમાં 32 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લઇ રહ્યા હતાં.
ટુર્નામેન્ટની શરૂઆતથી જ લોજિસ્ટિક્સ ફેઇલ્યોરના અહેવાલ મળ્યા હતાં, પહેલા દિવસે ટીમોએ કોઈ યુનિફોર્મ પહેર્યા ન હતાં. સ્પોન્સર્સ છેલ્લી ઘડીએ ખસી ગયા હતાં, જેના પરિણામે આયોજકો પાસે આયોજકો પાસે નાણા ખતમ થઈ ગયાં હતાં, જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.



