નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે, એવામાં કાશ્મીરમાં કડકડતી ઠંડીની (Cold in Kashmir) શરૂ થઈ છે. ગઈ કાલે શનિવારથી 40 દિવસ ચાલવા વાળા ઠંડીના રાઉન્ડની શરૂઆત થઇ ગઈ છે, જેને ‘ચિલ્લે કલાં’ કહેવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ દાયકામાં શનિવારની રાત સૌથી ઠંડી રહી. આ સમય દરમિયાન તાપમાન માઈનસ 8.5 ° સે પહોંચ્યું રવિવારે સવારે ઠંડીની અસર અકબંધ રહી હતી અને શ્રીનગરમાં પારો માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો : 40 દિવસ કાશ્મીર ઠરીને ઠીકરું થઈ જશેઃ આજ રાતથી શરૂ થશે ‘ચિલ્લે કલાં’ શું છે, જાણો?
કાશ્મીરમાં પડી રહેલી ઠંડીનો અંદાજ એના પરથી લગાવી શકાય કે ડાલ સરોવરનું પાણી પણ જામીને બરફ થઇ ગયું છે. આ સિવાય, કોલ્ડ વેવની અસર દિલ્હી અને રાજસ્થાનમાં પણ જોવા મળી હતી.
50 વર્ષની સૌથી ઠંડી રાત:
1974 બાદ શ્રીનગરમાં ડિસેમ્બર મહિનાની આ સૌથી ઠંડી રાત હતી, તાપમાન શૂન્યથી નીચે 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, શહેરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 10.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. એકંદરે 1891 પછીની આ ત્રીજી ઠંડીની રાત હતી. ડિસેમ્બર 13 ડિસેમ્બર 1934 માં શ્રીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, એ સમયે તાપમાન માઈનસ 12.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.
‘ચિલ્લે કલાં’ 31 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે. જો કે, આ પછી પણ, ખીણમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. કારણ કે 20 દિવસનું ચિલાઇ ખુર્દ (નાનો શિયાળો) અને 10 દિવસનું ચિલ્લઈ બચ્ચા(બેબી વિન્ટર) 40 દિવસ ચાલશે.
દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોલ્ડ વેવ:
દરમિયાન, રવિવારે સવારે દિલ્હીને ધુમ્મસમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું, લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં હવાની ગુણવત્તા પણ ખરાબ રહી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે સાત વાગ્યે એક્યુઆઈ 427 નોંધાયું હતું.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં આતંક અટકતો નથી, બદમાશોએ હિન્દુ પૂજારીની હત્યા કરી, મંદિરમાં લૂંટ ચલાવી, જાણો સમગ્ર મામલો
રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ કોલ્ડ વેવ વર્તાઈ રહી છે. રવિવારે કરૌલીમાં સૌથી ઓછું તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.