ટોપ ન્યૂઝનેશનલ

Dev Deepawali 2024 : 84 ઘાટ પર  21 લાખ દીવાથી ઝગમગાશે કાશી, નમો ઘાટનું પણ ઉદ્ઘાટન કરાશે

વારાણસી : સમગ્ર દેશમાં આજે દેવદિવાળીની (Dev Deepawali 2024)ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના કાશીમાં દેવદિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં આજે  વારાણસીમાં કુલ 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે.  આ પ્રસંગે  દેશ અને દુનિયામાંથી લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી આવે છે. આજે દેવ દિવાળી પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હાજર રહેશે અને નમો ઘાટનું ઉદ્ઘાટન પણ કરશે.

દેવદિવાળીએ કાશી પ્રકાશની નગરીની જેમ ઝળહળે છે

આ અંગે માહિતી આપતા વારાણસીના ડિવિઝનલ કમિશ્નર કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે દેવ દિવાળી વિશ્વ પ્રસિદ્ધ તહેવાર બની ગયો છે. પીએ મોદીએ 2020માં આની શરૂઆત કરાવી ત્યારથી  4 વર્ષમાં દેવ દિવાળીએ શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આ તહેવારને જોવા માટે મહિનાઓ અગાઉથી બુકિંગ કરાવી લે છે. કાશીના ગંગા ઘાટ પર દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને દેવદિવાળીએ કાશી  પ્રકાશની નગરીની જેમ ઝળહળે છે.

નમો ઘાટનું નિર્માણ પેટ્રોલિયમ મંત્રાલયની મદદથી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે  દેવ દિવાળીના દિવસે 84 ઘાટોની યાદીમાં નમો ઘાટ પણ ઉમેરવામાં આવનાર છે. તેનું ઉદ્ઘાટન ઉપ રાષ્ટ્રપતિ  જગદીપ ધનખડ કરવાના છે. આ કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પણ પર હાજર રહેશે. આ ઘાટનું નિર્માણ પેટ્રોલિયમ મંત્રાલયની આર્થિક મદદ  કરવામાં આવ્યું છે.

નમો ઘાટ પર પણ આતશબાજી થશે

આજે શુક્રવારે સાંજે નમો ઘાટનો ઉદ્ઘાટન સમારોહ બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5:30 સુધી ચાલશે. ત્યારબાદ તમામ પ્રતિનિધિઓ નમસ્તે મુદ્રાના સ્થાને દીવાનું દાન કરીને દેવ દિવાળીની શરૂઆત કરશે અને દીવા પ્રગટાવવાનું શરૂ થશે.  આ ક્રમમાં નમો ઘાટ પર પણ આતશબાજી થશે. આ ઉપરાંત, ચેતસિંહ ઘાટ પર 18-19 મિનિટનો પ્રોજેક્શન શો થશે. જેમાં કાશીની પૌરાણિક કથાઓ, ગંગાની ઉત્પત્તિ અને દેવ દિવાળી વિશે જણાવશે. આ ચેતસિંહ ઘાટ પર લેસર શો પણ થશે. આજે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જેમાંથી 8 લાખ દીવા માટીના અને બાકીના દીવા ગાયના છાણના છે. આ ઉપરાંત લોક સહકારથી 4-5 લાખ વરુણા નદી અને અસ્સી નદી પરના તળાવો પર દીવા પ્રગટાવવામાં આવશે આ ઉપરાંત ‘સ્વચ્છ ઘાટ-સ્વચ્છ કાશી’ની થીમ પર  દીવા પ્રગટાવવામાં આવશે.

દેવદિવાળીની થીમ ‘જાતિ પંત અનેક, હમ સનાતની એક’

દેવ દિવાળી નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત  દેવ દિવાળી અને આરતી સમિતિએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ સમિતિના અધ્યક્ષ આચાર્ય વાગીશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, “આજે દેવ દીપાવલીની થીમ ‘જાતિ પંત અનેક, હમ સનાતની એક’ છે. તે બુદ્ધ હોય, જૈન હોય, ગુરુનાનક દેવ હોય, કબીર દાસ હોય અને રવિદાસજી હોય, દીવા પણ કાશીને સમર્પિત કરવામાં આવશે.

Also Read – કારતક પૂર્ણિમા એટલે દેવોની દિવાળી; જાણો ક્યારે છે શુભ મુર્હુત અને ગંગા સ્નાનનું મહત્વ….

જયારે તમામ ઘાટો ગોમતી અને વરુણના 20 સ્થળો સહિત 220 સ્થળોએ 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સમગ્ર વિશ્વને આશ્ચર્ય અનુભવે છે કે કેવી રીતે 10 મિનિટમાં લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. જેને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button