નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ: એચ ડી રેવન્નાને કોર્ટે આપ્યા સ-શર્ત જામીન, અપહરણ કેસમાં હતા ગિરફતાર

પ્રજ્વલ રેવન્નાના પિતા એચ ડી રેવન્નાને કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે તેમને આ જામીન 5 લાખ રૂપિયાના જાત મુચરકા પર આપ્યા છે. કર્ણાટક અપહરણ કેસમાં ગિરફતાર જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્ય એચ ડી રેવન્ના ને સોમવારે બેંગલુરુની એક કોર્ટે જામીન આપ્યા છે. રેવન્નાની કસ્ટડીની મુદ્દત મંગળવારે પૂર્ણ થાય છે. નોંધનીય છે કે, જેડી(એસ)ના ધારાસભ્ય રેવન્નાને સેક્સ સ્કેન્ડલ કેસમાં ગિરફતાર કરાયા હતા.

બે જામીનદાર પણ કરવાના રહેશે રજૂ

સોમવારે પબ્લિક રિપ્રેઝન્ટેટિવ કોર્ટે અપહરણ કેસમાં સશર્તજામીન આપતા સૂચન કર્યું હતું કે એચ ડી રેવન્નાએ એસઆઇટીની તપાસમાં સહયોગ કરવો પડશે. સાથોસાથ પુરાવાઓનો નાશ કરવો કે તેની સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન ના થવો જોઈએ. કોર્ટમાં જેડી(એસ) નેતાએ 2 જામીનદારોને પણ રજૂ કરવા સાથે 5 લાખ રૂપિયાના બોન્ડ પણ ભરવા પડશે.

એસઆઈટી એ એચ ડી રેવન્ના ને 4 મે ના રોજ ગિરફતાર કર્યા હતા. ત્યારબાદ રેવન્ના 3 દિવસ સુધી એસઆઈટી ની કસ્ટડીમાં હતા તેમના પર આરોપ છે કે તેમણે કહેવાતી રીતે પોતાના સહયોગી સતિશ બબન્ના સાથે મળીને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના અપહરણમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં મુખી આરોપી પ્રજજ્વલ રેવન્નાને જેડીએસ એ સસ્પેન્ડ કરી દીધા, પ્રજજ્વલ અને તેના પિતા એચ ડી પર એક મહિલાએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે. અહેવાલો પ્રમાણે, મહિલાએ દાવો કર્યો છે કે હાસનના સાંસદ પ્રજજ્વલ રેવન્નાએ 4-5 વર્ષ પહેલા બેંગલુરુના એમના નિવાસ સ્થાને તેણીની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણીએ એસઆઈટીને આખી ઘટનાથી માહિતગાર કરી. એ ઉપરાંત મહિલાએ દાવો પણ કર્યો કે તેણીને પોતાને પણ 2020 અને 2021માં વિડીયો કોલ પર કપડાં ઉતરાવવા માટે મજબૂર કરાઇ હતી. પીડિતાએ એવો પણ દાવો કર્યો કે આ ઘટનાઓની જાણ થતાં રેવન્ના પરિવારે તેઓનું સમર્થન કર્યું ત્યાર બાદ ફરિયાદ નોંધાવી હતી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ