નેશનલ

પીને વાલે કો: કર્ણાટકમાં MLA એ કરી જબરી માંગ, દર સપ્તાહે દારૂ પીનારા પુરુષને આપો બે બોટલ…

બેંગલુરુઃ આજકાલ દેશની દરેક રાજ્ય સરકારમાં લોકોને “મફત” આપવાની યોજનાઓ લાવવાની હોડ લાગી છે. રાશન, વીજળી, પાણી, પૈસા સુધી તો ઠીક હતું પણ હવે પુરુષો માટેની ગેરંટીમાં એવી વસ્તુ ઉમેરવાની માંગ થઇ છે કે તમારું માથું ચકરાવે ચઢશે. હાલમાં કર્ણાટક રાજ્યના ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા વિધાનસભામાં સરકાર દર અઠવાડિયે દારૂ પીનારને બે બોટલ દારૂ આપે તેવી માંગ કરવામાં આવી છે.

આજે કર્ણાટક વિધાનસભામાં જેડીએસના વરિષ્ઠ વિધાનસભ્ય એમટી કૃષ્ણપ્પાએ સરકારને દર અઠવાડિયે દારૂ પીનારા લોકોને બે બોટલ દારૂ આપવાની માંગ કરી હતી. જેડીએસના MLA એમટી કૃષ્ણપ્પા ઈચ્છે છે કે સિદ્ધારમૈયા સરકાર તેની પાંચ ગેરન્ટીમાં પુરુષોને બે બોટલ દારૂ આપે.

આ પણ વાંચો : દેશમા છેલ્લા 10 વર્ષમાં રાજનેતાઓ વિરુદ્ધ ED એ નોંધ્યા 193 કેસ, માત્ર બે કેસમાં જ સજા મળી

બિહાર અને ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં દારૂબંધી છે, જે રાજ્યોમાં દારૂનું વેચાણ થાય છે તે રાજ્યની સરકાર માટે તે આવકનું મુખ્ય સ્ત્રોત્ર છે. ગાંધીવાદી વિચારધારા મુજબ દારૂ પીવો એ કોઈ પણ સંસ્કારી સમાજ માટે યોગ્ય નથી, પરંતુ હાલમાં દારૂ પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 100માંથી 70 લોકો દારૂ પીતા જોવા મળશે. ભારતના ઘણા વિસ્તારોમાં ચૂંટણી દરમ્યાન ફ્રીમાં દારૂનું વિતરણ કરવામાં આવે છે. હવે, દારૂને લઈને એક વિચિત્ર માંગ કરવામાં આવી છે.

જનતા દળ (સેક્યુલર)ના વિધાનસભ્ય એમટી કૃષ્ણપ્પાએ આજે વિધાનસભામાં કહ્યું હતું કે સ્પીકર સાહેબ, મને ખોટો નહીં સમજતા, પરંતુ જ્યારે તમે અમારા પૈસામાંથી 2000 રૂપિયા મફત આપો છો, મફત વીજળી, મફત બસ આપો છો, તો દારૂ પીનારાઓને પણ દર અઠવાડિયે બે બોટલ મફત આપવામાં શું નુકસાન છે?

જેડીએસ ધારાસભ્યની આ માંગ પર કોંગ્રેસના કેજે જ્યોર્જે કહ્યું હતું કે તમે ચૂંટણી જીતો, સરકાર બનાવો અને આ કરો. વિધાનસભાના અધ્યક્ષ યુટી ખાદરે કહ્યું કે બે બોટલ મફત આપવાના તમારા સૂચન પહેલા જ આપણે મુશ્કેલ સ્થિતિમાં છીએ. કલ્પના કરો કે જો આપણે મફતમાં બે બોટલ આપવાનું શરૂ કરીએ તો શું પરિસ્થિતિ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button