નેશનલ

બદલો લેવા ગયેલા ભાઈના હાલ બેહાલ: સગા ભાઈના પરિવારને જીવતા સળગાવવા જતા પોતે જ આગની લપેટમાં આવ્યો

બેંગલુરૂઃ કર્ણાટકના ગોવિંદપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ભાઈ બદલો લેવાના આક્રોશમાં પોતાના સગાભાઈના પરિવારને જીવતા સળગાવી દેવા માટે પહોંચ્યો હતો, પરંતુ અને બને છે એવું કે, તેને પોતે જ સળગી જાય છે.

ભાઈના પરિવારને મારવા માટે જે આગ લગાવી હતી તે આગ પોતાના પર આગ લાગી જતા તે ગંભીર રીતે દાઝ્યો હતો. આરોપીનું નામ મુનિરાજુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. શરીર વધારે દાઝી ગયું હોવાના કારણે અત્યારે મુનિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોનું કહેવું છે કે, તેની હાલત વધુ ગંભીર છે.

આપણ વાચો: કચ્છ: અંજારમાં ઝુંપડામાં નિંદ્રાધીન 15 મજુર પરિવારોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ, જાણો વિગત

આરોપી મુનિરાજની હાલત અત્યંત ગંભીર

ઘટનાની વાત કરવામાં આવે તો આરોપી મોડી રાત્રે ભાઈના ઘરે પહોચ્યો હતો અને આગ ઘરને આગ લગાવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની સીસીટીવી વીડિયો પણ પોલીસને હાથ લાગ્યાં છે. સીસીટીવી પ્રમાણે આરોપી મુનિરાજુ પહેલા પોતાના મોટાભાઈ રામકૃષ્ણના ઘરે પહોંચે છે. બહારનો દરવાજો બંધ કરીને ઘર પર પેટ્રોલ નાખતો દેખાય છે.

ઘર પર પેટ્રોલ નાખ્યાં બાદ જ્યારે તે આગ લગાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ખુદ આગની લપેટમાં આવી જાય છે. પેટ્રોલ તેના હાથ પર પણ લાગેલું હોવાના કારણે તેના હાથ અને પગ દાઝ્યા અને તે આખો આગની ચપેટમાં આવી ગયો હતો.

આપણ વાચો: આંકલાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને સળગાવીને હત્યાનો પ્રયાસ

આરોપી બેંગલુરૂની વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ

આગની ચપેટમાં આવેલા મુનિરાજુની ચીસો સાંભળીને પડોશીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. લોકો આગ બુઝાવી અને તેને બચાવ્યો અને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આરોપીને પહેલા હોસ્કોટ હોસ્પિટલમાં અને બાદમાં વધારે સારવાર માટે બેંગલુરૂની વિક્ટોરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

તબીબોએ હજી તે જીવશે કે નહીં તેની કોઈ બાહેધરી આપી નથી, કારણે મુનિરાજુ ગંભીર રીતે આગની ચપેટમાં આવ્યો હતો અને હાલત વધારે ગંભીર છે.

મુનિરાજુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, તિરુમાલાસેટ્ટીહલ્લી પોલીસે મુનિરાજુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે. અત્યારે તેની હાલત ગંભીર હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે, હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેની ધરપકડ કરવામાં આવશે.

પોલીસે દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ જીવલેણ હુમલા પાછળ મિલકતના વિવાદ અને બદલો લેવાના કારણો હતા. પોલીસે તબીબો પાસેથી વિગતો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button