Karnataka Lok Sabha ચૂંટણી પરિણામો 2024 લાઈવઃ પ્રજ્વલ રેવન્ના હારી ગયા, કુમારસ્વામી જીત્યા

કર્ણાટકની હાસન લોકસભા સીટનું પરિણામ આવી ગયું છે. અહીંથી પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને કૌભાંડમાં ફસાયેલા વર્તમાન સાંસદ પ્રજ્વલ રેવન્ના ભાજપ અને જેડીએસના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસે એમ. શ્રેયસ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. એમ. શ્રેયસ પટેલે પ્રજ્વલ રેવન્નાને હરાવ્યા છે.
પ્રજ્વલ રેવન્ના હસન સીટના વર્તમાન સાંસદ છે અને જાતીય સતામણીનો આરોપ લાગ્યા બાદ તેઓ જર્મની ગયા હતા. પરંતુ 2019માં તેમણે ભાજપની એ મંજુને હરાવીને આ સીટ જીતી હતી. રેવન્નાએ ભાજપની મંજુને 1,41,224 મતોના માર્જિનથી હરાવ્યા હતા. રેવન્નાને 76,606 વોટ મળ્યા જ્યારે મંજુને 535,382 વોટ મળ્યા હતા.
Read More: Loksabha Election Result: વારાણસી બેઠક પર મોટો ઉલટફેર, PM મોદી પાછળ ચાલી રહ્યા છે
પૂર્વ મુખ્ય પ્રધાન અને JD(S)ના પ્રદેશ પ્રમુખ એચડી કુમારસ્વામીએ કર્ણાટકમાં માંડ્યા લોકસભા સીટ પર સાતમા રાઉન્ડની ગણતરીના અંતે 1.20 લાખ મતોની જંગી લીડ સ્થાપિત કરી હતી ત્યારથી જ તેમની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી અને હવે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે કે તેઓ જીતી ગયા છે.
Read More: Prajwal Revanna ના જાતીય શોષણ કેસમાં પૂછપરછ પૂર્વે માતા ફરાર, પિતાની જામીન અરજી પર પણ સંકટ
જીત બાદ જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામી કહે છે કે, “જેડી(એસ)ને એવા પરિણામો મળ્યા જેની અમને અપેક્ષા હતી. પરંતુ હસનના પરિણામોથી હું ખુશ નથી. એકંદરે, કર્ણાટકમાં, અમે બીજી 4-5 બેઠકો જીતી શક્યા હોત, પરંતુ અમારી ભૂલોને કારણે, અમે 4-5થી વધુ બેઠકો ગુમાવી દીધી છે… લોકોએ કોંગ્રેસને બતાવી દીધું છે કે કર્ણાટકમાં જેડી(એસ) હજુ પણ બાહુબલી છે.”