નેશનલ

કર્ણાટકના કલબુર્ગીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, પાંચ લોકોના ઘટના સ્થળે મોત, 11 ઘાયલ…

નવી દિલ્હી : કર્ણાટકના કલબુર્ગીમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં કલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક એક વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. આ તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. આ ઘાયલોને કલબુર્ગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વાન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ શનિવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ કલબુર્ગી જિલ્લાના નેલોગી ક્રોસ પાસે બની હતી. જેમાં એક વાન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતની જાણ થતા કલબુર્ગીના પોલીસ અધિક્ષક શ્રીનિવાસુલુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

ખ્વાજા બંદે દરગાહ જતી વખતે અકસ્માત નડયો
આ અકસ્માતના મૃતકોના નામ વાજિદ, મહેબૂબી, પ્રિયંકા અને મહેબૂબ છે. જેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે કલબુર્ગીની GIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ મૃતકો મૂળ બાગલકોટ જિલ્લાના રહેવાસી છે. જ્યારે તેઓ કલબુર્ગીમાં ખ્વાજા બંદે નવાઝ દરગાહ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આપણ વાંચો: મુસ્લિમ અનામત, હની ટ્રેપ મુદ્દે કર્ણાટક વિધાનસભામાં ધમાલઃ ભાજપના 18 ધારાસભ્ય સસ્પેન્ડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button