બેંગલુરુ: માર્ચ મહિનાની પહેલી તારીખે બેંગલુરુ(Bengluru)ના બ્રુકફિલ્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વરમ કાફે(Rameshvaram Café)માં થયેલા IED બ્લાસ્ટ, બાદ કર્ણાટક સરકાર(Karnataka Gov)ને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ(Email)મળ્યો છે. ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે બેંગલુરુમાં શનિવારે 9મી માર્ચ બપોરે 2:48 વાગ્યે બીજો બ્લાસ્ટ થશે. શાહિદ ખાન નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ બાદ, પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
અહેવાલો મુજબ, ધમકીભર્યા ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે બસ, ટ્રેન, મંદિરો અને રેસ્ટોરન્ટ જેવા જાહેર સ્થળોએ બોમ્બ મુકવામાં આવ્યા છે. એવું પણ લખવામાં આવ્યું છે કે બ્લાસ્ટ અંબારી ઉત્સવ (કાર્નિવલ) જેવા જાહેર કાર્યક્રમ દરમિયાન પણ થઈ શકે છે. ઈમેલ મળ્યા બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે કર્ણાટકમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દરેક ખૂણા પર નજર રાખી રહી છે. ઈમેલમાં આરોપીએ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને રોકવા માટે 2.5 મિલિયન ડોલરની ખંડણી માંગી છે.
બેંગલુરુના હાઈપ્રોફાઈલ બ્રુકફીલ્ડ વિસ્તારમાં સ્થિત રામેશ્વરમ કેફેમાં 1લી માર્ચે બ્લાસ્ટ થયો હતો. આ કાફે ઘણું લોકપ્રિય છે, જ્યાં લોકોની ભીડ રહે છે, આ જ કારણે આ જગ્યાને બ્લાસ્ટ માટે પસંદ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ થતાની સાથે જ કાફેની અંદર ધુમાડો ભરાઈ ગયો અને લોકો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા. શરૂઆતમાં લોકોને લાગ્યું કે કદાચ સિલિન્ડર બ્લાસ્ટ છે, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે આ બ્લાસ્ટ IED નો ઉપયોગ કરી કરવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને