
નવી દિલ્હી : કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે સીએમ પદને લઈને ચાલી રહેલો વિવાદ વકર્યો છે. હવે આ બંને નેતાઓના સમર્થનમાં અધિકારીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. દિલ્હીના કર્ણાટક ભવનમાં બે અધિકારીઓ વચ્ચે આ મુદ્દે મારામારી થઈ હતી. તેમજ સ્થિતિ બુટ મારવાની ધમકી સુધી વણસી હતી.
આ અધિકારીઓમાં એક મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા વિશેષ અધિકારી મોહન કુમાર અને ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારના વિશેષ કાર્ય અધિકારી એચ. આંજનેયા છે. આ ઘટના બાદ એચ. આંજનેયાએ રેસીડન્ટ કમિશ્નર અને કર્ણાટકના મુખ્ય સચિવને ફરિયાદ પણ કરી છે.
આપણ વાંચો: કર્ણાટકને નવા મુખ્ય પ્રધાન મળે તેવા એંધાણઃ આજે રાત્રે રાહુલ ગાંધી સાથેની બેઠક બનશે નિર્ણાયક
બુટ ઉતારીને મારવાની ધમકી આપી
આ ફરિયાદમાં એચ. આંજનેયાએ જણાવ્યું છે કે મુખ્ય મંત્રીના વિશેષ અધિકારી મોહન કુમાર તેમના કામમાં અડચણ ઉભી કરતા હતા. તેમજ મોહન કુમારે તેમને બુટ ઉતારીને મારવા સુધીની ધમકી પણ આપી હતી.
તેમજ તેવો હું જ્યારથી ફરજ પર હાજર થયો ત્યારથી મારા કામમાં અડચણ ઉભી કરી રહ્યા છે. તેમણે મને કાર્યાલયની બહાર બધાની વચ્ચે બુટથી મારવાની ધમકી પણ આપી હતી.
આપણ વાંચો: મેટાના ઑટો ટ્રાન્સલેશનનો મોટો છબરડો: કર્ણાટકના CM થયા નારાજ, કંપનીને માફી માગવા કહ્યું
કૃત્યથી મારા સન્માન અને ગરીમાને ઠેસ પહોંચી
આ અંગે તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે હું ગ્રુપ બી અધિકારી છું. તેમજ હું ઉપ મુખ્યમંત્રીના વિશેષ અધિકારી તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. તેમજ મારી સાથે કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિશેષ અધિકારી મોહન કુમારની રહેશે. તેમણે મોહન કુમારની સર્વિસ બુકની તપાસની પણ માંગ કરી છે. તેમજ તેમનું આ કૃત્યથી મારા સન્માન અને ગરીમાને ઠેસ પહોંચી છે.
સીએમ સિદ્ધારમૈયાએ આ ઘટનાની તપાસ કરવામાં આવશે
જયારે સીએમ સિદ્ધારમૈયાએ આ ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું મને માહિતી મળી છે કે બંને અધિકારીઓ વચ્ચે કશું થયું છે. મને ફરિયાદ મળી છે. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જયારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમજ સીએમ સિદ્ધારમૈયા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે કે નહી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.