કર્ણાટક વિધાનસભામાં હેટ સ્પીચ અને હેટ ક્રાઇમ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ બિલ પસાર, જાણો વિગતે

બેલગાવી : દેશમાં સતત વધી રહેલા હેટ સ્પીચના કિસ્સાઓ વચ્ચે કર્ણાટક સરકારે આજે વિધાનસભાના શિયાળુ સત્રમાં કર્ણાટક હેટ સ્પીચ અને હેટ ક્રાઇમ (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ) બિલ, 2025 પસાર કર્યું છે.આ બિલ વ્યક્તિઓ, ગ્રુપો અને સમાજને હેટ સ્પીચ અંગે નિયંત્રિત કરશે. આ બિલ પસાર થયા બાદ તે કાયદો બની જશે જેમાં 5000 રૂપિયા દંડ અને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
હેટ ક્રાઇમનો ગુનેગાર ગણાશે
આ બિલની જોગવાઇ મુજબ કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિને તેના ધર્મ, જાતિ, સમુદાય, લિંગ, જાતીય અભિગમ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા, અપંગતા અથવા જાતિ પ્રત્યેના પૂર્વગ્રહ અથવા અસહિષ્ણુતાને કારણે નુકસાન પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરે છે. તેમજ અન્ય કોઇ રીતે નફરત ફેલાવે છે તે હેટ ક્રાઇમનો ગુનેગાર ગણાશે.
આ પણ વાંચો : મુસ્લિમ અનામત, હની ટ્રેપ મુદ્દે કર્ણાટક વિધાનસભામાં ધમાલઃ ભાજપના 18 ધારાસભ્ય સસ્પેન્ડ
આ કૃત્ય સજાપાત્ર રહેશે
આ બિલની જોગવાઈમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યકિત જાણી જોઇને કોઇ વસ્તુ પ્રકાશિત અથવા તો પ્રસારિત કરે છે. તેમજ જો તેને સમર્થન આપે છે અથવા તો એક કે વધુ વ્યકિતઓને જણાવે છે. એટલે કે તેનો હેતુ તે વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો છે. આ ઉપરાંત આવું કરવા માટે ઉશ્કેરે છે. તેમજ ધર્મ, જાતિ, ભાષા, સમુદાય અથવા અન્ય કોઈપણ આધારો પર નફરત ફેલાવે છે. તો આ કૃત્ય સજાપાત્ર રહેશે.
આ પણ વાંચો : કર્ણાટક વિધાનસભાની બહાર પાકિસ્તાન તરફી નારા મામલે ફોરેન્સિક રિપોર્ટ ‘પોઝિટિવ’: સૂત્ર
હેટ સ્પીચનો ભાગ માનવામાં આવશે
આ બિલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ કૃત્યમાં એવી વ્યક્તિઓનો પણ સમાવેશ થશે જે ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર સામગ્રી પ્રોડ્યુસ કરે છે અથવા ઉપલબ્ધ કરાવે છે. જે કોઈપણ એક્સેસ કરી શકે છે અને જે ચોક્કસ વ્યક્તિને પહોંચાડવામાં આવે છે અથવા તેના નિર્દેશિત કરવામાં આવે છે. તેને પણ હેટ સ્પીચનો હિસ્સો માનવામાં આવશે.
આ પણ વાંચો : કર્ણાટક બજેટમાં વક્ફ બોર્ડને 100 કરોડ, ખ્રિસ્તીઓ માટે 200 કરોડ, વિધાનસભામાં બબાલ વચ્ચે ભાજપનું વોક આઉટ
હેટ સ્પીચનો ગુનો બિન-જામીનપાત્ર રહેશે
આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઇ વ્યકિત હેટ સ્પીચનો ગુનો કરે છે અને સાબિત થાય છે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. હેટ સ્પીચનો ગુનો બિન-જામીનપાત્ર રહેશે અને તેનો કેસ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે.



