બેંગલુરુ: કન્નડ ફિલ્મ દિગ્દર્શક ગુરુપ્રસાદ (Guruprasad)નો મૃત દેહ કોહવાયેલી હાલતમાં બેંગલુરુના મદનાયકનાહલ્લી ખાતેના તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 52 વર્ષીય ગુરુપ્રસાદ માતા(Mata), એડેલુ મંજુનાથ (Eddelu Manjunatha), અને ડિરેક્ટર્સ સ્પેશિયલ (Director’s Special0 જેવી ફિલ્મો માટે જાણીતા હતાં. પોલીસ મૃત્યુના સમય અને સંજોગોની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Cannes 2024: 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે મોટી સફળતા, કન્નડ શોર્ટ ફિલ્મને લા સિનેફ પ્રાઈઝ
મીડિયા અહેવાલ મુજબ, ગુરુપ્રસાદ નિવાસસ્થાનમાંથી દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. તપાસ કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓએ ગુરુપ્રસાદનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો, મૃતદેહને જોતા જણાતું હતું કે ઘણા દિવસો પહેલા તેમણે આત્મહત્યા કરી હશે.
અહેવાલો મુજબ ગુરુપ્રસાદ પર દેવું વધી ગયું હતું, લેણદારોના દબાણને કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે. તાજેતરમાં જ ફરીથી લગ્ન કરનાર ગુરુપ્રસાદ નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યા હતાં.
દિગ્દર્શન ઉપરાંત ગુરુપ્રસાદે ઘણી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. અવસાન પહેલા તેઓ ‘અડેમા’ ફિલ્મ પર કામ કરી રહ્યા હતાં.
આ પણ વાંચો : ફેશન ડિઝાઇનર રોહિત બાલનું નિધન, 63 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ગુરુપ્રસાદ દ્વારા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ માતા 2006 માં રિલીઝ થઇ હતી, આ ફિલ્મને વ્યાપક પ્રશંસા મળી હતી. ત્યારપછી તેણે 2009માં એડેલુ મંજુનાથા બનાવ, જેના માટે તેણે શ્રેષ્ઠ પટકથા માટે કર્ણાટક રાજ્ય ફિલ્મ પુરસ્કાર મળ્યો. પછીના વર્ષોમાં, ગુરુપ્રસાદે ડિરેક્ટર્સ સ્પેશિયલ (2013) અને ઇરાદાને સાલા (2017)નું નિર્દેશન કર્યું.