નેશનલમનોરંજન

કંગના રનૌતે ટ્રમ્પ અને પીએમ મોદી પર કરી ટિપ્પણી, પણ બાદમાં પોસ્ટ કરવી પડી ડિલીટ…

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને કોન્ટ્રોવર્સી એટલે તો જાણે ચોલી દામનનો સાથે છે. કંગના રનૌતે અભિનયની સાથે સાથે રાજકારણમાં પણ પોતાની કાબેલિયત સાબિત કરી છે અને તે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે ફરી વખત એક કોન્ટ્રોવર્શિયલ ટ્વીટ કર્યું હતું, જોકે બાદમાં તેણે આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું. આવો જોઈએ એવું તે શું હતું ટ્વીટમાં અને આ વખતે કોણ છે કંગનાના નિશાના પર…

વાત જાણે એમ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એપ્પલના સીઈઓને એપલ સંબંધિત પ્રોડક્શન ભારતને બદલે અમેરિકામાં કરવાનું કહ્યું હતું. એક્ટ્રેસે ટ્રમ્પના આ જ ટ્વીટને રીટ્વીટ કરીને પોતાની રાય આપી હતી.

આ પણ વાંચો: કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ

કંગનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક્સ પર પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટમાં કંપનાએ પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સરખામણી કરતા પોતાનું અંગત મત આપ્યો હતો. બીજેપી સાંસદે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે, પણ દુનિયાના સૌથી લાડકા નેતા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. આ ટ્રમ્પનો બીજો કાર્યકાળ છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ ત્રીજો કાર્યકાળ છે.

પોતાની ટ્વીટમાં કંગનાએ આગળ ટ્રમ્પ અને મોદીના વ્યક્તિત્વના એક એવા શબ્દથી કર્યું જેને કારણે વિવાદ શરૂ થઈ ગયો. કેટલાય યુઝર્સે કંગનાને આ ટ્વીટ ડિલિટ કરવાની માંગ કરી હતી અને ત્યાર બાદ કંગનાએ ખુદ જ એક પોસ્ટ કરીને જાણ કરી હતી કે મને આ ટ્વીટને હટાવવાનો આદેશ આવી ગયો છે, એટલે એ ટ્વીટ ડિલીટ કરી દીધી છે. પોતાની પર્સનલ રાય રાખવા માટે ખેદ છે.

આ પણ વાંચો: કંગના રનૌતે કરોડોની ખોટ ખાઈને વેચ્યો મુંબઈનો બંગલો! BMCનું બુલડોઝર અહીં જ ચાલ્યું હતું

ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મે, 2025ના ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવા માટે અમેરિકાની ભૂમિકા હોવાની વાતને દોહરાવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન, ભારત અને પાકિસ્તાનની સાથે મધ્યસ્થ તરીકે સામેલ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button