Kangana Ranaut આર્થિક સંકટમાં? ઈમરજન્સી ફિલ્મનું કારણ...

કંગના મુશ્કેલીમાં? ફિલ્મ માટે ઘર ગિરવે મૂક્યું પણ હવે…

હિમાચલ પ્રદેશના મંડીની ભાજપની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત હાલમાં આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા થઈ રહી છે. આનું કારણ તેની ફિલ્મ ઈમરજન્સી છે. આ ફિલ્મ માટે કંગનાએ 3-4 વર્ષ આપ્યા, સખત મહેનત કરી અને તેના નિર્માણ માટે પોતાનું ઘર પણ ગિરવે મૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મ રૂ. 60 કરોડના ખર્ચે બની, પરંતુ માંડ 20 કરોડનું કલેશન કરી શકી છે અને હવે તેના ડિજિટલ રાઈટ્સ પણ મેળવવામાં અભિનેત્રીને તકલીફ પડી રહી છે.

Also read : મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન પર યોગી આદિત્યનાથની બાજ નજર…

આ અહેવાલોથી સમજી શકાય કે ઈમરજન્સીની નિષ્ફળતા કંગનાની કરિયર સાથે તેનાં બેંક બેલેન્સ પર પણ ભારે પડી રહી છે.

ભારતના એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ જાહેર કરેલી ઈમરજન્સી પર આધારિત આ ફિલ્મ બનાવતા કંગનાનો દમ નીકળી ગયો. કંગનાની આ ફિલ્મ વિવાદો પણ સપડાઈ અને તેની રિલિઝ ડેટ પણ ઘણીવાર બદલી. ફિલ્મ રિલિઝ તો થઈ, પણ ઑપનિંગ જ નબળું રહ્યું અને પછી પણ ખાસ કંઈ કમાણી કરી શકી નહીં. ફિલ્મે માંડ રૂ. 20 કરોડનું કલેક્શન કર્યું.

જોકે કંગનાની અભિનેત્રી તરીકેની કરિયર ઘણા સમયથી ડામાડોળ જ છે. ધાકડ, તેજસ જેવી દમદાર ફિલ્મો પણ ફ્લોપ ગઈ છે. કંગના ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મ આપી શકી નથી. હવે તેની પાસે આનંદ રાયની તનુ વેડ્સ મનુની ત્રીજી સિરિઝ છે. આ ફિલ્મની બન્ને સિરિઝ હીટ નિવડી છે અને કંગનાના અભિનયના ખૂબ જ વખાણ થયા છે.

Also read : ચારધામની યાત્રાની કરી લો આયોજન; 4 મેનાં રોજ ખુલશે બદ્રીનાથના કપાટ…

જોકે કંગના હવે સાંસદ પણ બની ગઈ છે અને રાજકીય અને વ્યાવસાયિક જીવનમાં સમતોલ રાખવા માટે તે કેટલી ફિલ્મો કરી શકશે તે જોવાનું રહ્યું. આ સાથે ફિલ્મ નિર્માણ મામલે તે કોઈ નિર્ણય લે છે તે પણ જોવાનું રહ્યું, પણ તે પહેલા તે પોતાને ગયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કેવી રીતે કરે છે તે મહત્વનું છે.

Back to top button