નેશનલ

બેંગલુરુના એન્જિનિયર આત્મહત્યા કેસઃ કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અતુલ સુભાષે તેની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરતા પહેલા ૨૪ પાનાની સુસાઈડ નોટ લખી હતી અને તેની આપવીતી વીડિયોમાં રેકોર્ડ કરી હતી.

વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે પત્નીના ત્રાસથી એક વ્યક્તિ કેટલો પરેશાન થઈ ગયો હશે કે તેણે આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટમાં અતુલ સુભાષે પોતાના મૃત્યુ માટે તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારના સભ્યોને જવાબદાર ગણાવ્યા છે.

હવે આ કેસમાં બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતનું નિવેદન સામે આવ્યું છે. કંગનાએ કહ્યું કે આ મામલાની સમીક્ષા થવી જોઈએ અને એક અલગ બોડીની પણ રચના કરવી જોઈએ. કંગના રનૌતે વધુમાં કહ્યું કે અતુલ સુભાષનો હ્રદયદ્રાવક વીડિયો જોઈને દેશ ચોંકી ગયો છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા છે ત્યાં સુધી બરાબર છે. પરંતુ જ્યારે તેમાં સામ્યવાદ, સમાજવાદ અને નારીવાદ ભળે ત્યારે તે સમસ્યારૂપ બને છે.

આ પણ વાંચો : ‘2038 પહેલા ખોલશો નહીં…’, અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્ર માટે ગીફ્ટ છોડી

જો તેની પત્ની લગ્નને બિઝનેસ બનાવીને તેની (અતુલ સુભાષ) પાસેથી કરોડો રૂપિયાની માંગ કરે તો આ નિંદનીય છે. યુવાનો પર આ પ્રકારનો બોજ ન હોવો જોઈએ. કંગનાએ એમ પણ કહ્યું કે, એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને દરરોજ હજારો મહિલાઓ પરેશાન થાય છે તેની સંખ્યા નકારી શકાય નહીં. ૯૯ ટકા લગ્નોમાં પુરૂષોની જ ભૂલ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button