Kangana Ranaut પણ દિવાની થઈ મહાકુંભના આ વાઈરલ ફેસની, કહી એવી વાત કે… | મુંબઈ સમાચાર

Kangana Ranaut પણ દિવાની થઈ મહાકુંભના આ વાઈરલ ફેસની, કહી એવી વાત કે…

મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલિસાની સુંદરતાનો જાદુ કંગના રનૌત પર પણ ચઢી ગયો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે. એમાં મોનાલિસાનું ઉદાહરણ આપીને કંગનાએ કહ્યું કે શ્યામ રંગનો લોકોમાં કેટલો બધો ક્રેઝ હોય છે. આજકાલ બધી હીરોઇનો ગોરી લાગે છે તો લોકો એનાથી કનેક્ટ નથી થઇ શકતા. તેણે કટાક્ષમાં કહ્યું કે યુવાનીમાં જે હિરોઈન શ્યામ હતી એ પણ હવે ગોરી થઇ ગઈ છે. શું આનું કારણ લેઝર અને ગ્લૂટાથિઓન છે?

કંગનાએ એક છોકરીનો ફોટો મુક્યો છે, જે મોનાલિસાનો નાનપણનો ફોટો લાગે છે. એની સાથે કમેન્ટમાં લખ્યું છે, આ નાની છોકરી એની નેચરલ બ્યુટીને કારણે ઇન્ટરનેટ પર વાઈરલ થઇ છે. ફોટો અને ઇન્ટરવ્યૂ માટે એને હેરાન કરતા લોકોથી મને નફરત થઇ રહી છે, તો બીજીબાજુ વિચારું છું કે ગ્લેમર વર્લ્ડમાં ડાર્ક અને શ્યામ જેવા ભારતીય કલર ટોનની મહિલાઓ છે?

આપણ વાંચો: મહાકુંભમાં ‘નાસભાગ’: 30 શ્રદ્ધાળુનાં મોત, ડીઆઈજીએ આપ્યું નિવેદન…

શું આજકાલની હિરોઈનને એવો પ્રેમ મળે છે જેવો અનુ અગ્રવાલ,કાજોલ,બિપાશા,દીપિકા કે રાની મુખર્જીને મળ્યો હતો? અત્યારની બધી હીરોઇન ગોરી કઈ રીતે થઇ ગઈ, જે નાનપણમાં ડાર્ક હતી? લોકો મોનાલિસાને જેવી રીતે પસંદ કરે છે એમ નવી હિરોઈનને કેમ નથી કરતા? શું લેઝર અને ગ્લૂટાથિઓનના વધુ ઇન્જેક્શન લગાવવામાં આવે છે?

મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી છે. તે માળાઓ વેચવા પ્રયાગરાજ આવી હતી, પરંતુ તેની સુંદરતા તેને ભારી પડી ગઈ.

મોનાલિસાની નેચરલ બ્યુટી અને સુંદર આંખોને લીધે લોકો તેની સાથે ફોટો પડાવવા લાગ્યા અને રીલ બનાવવા લાગ્યા હતા. મોનાલિસાને ભીડ હેરાન કરવા લાગી તેથી તેના પિતાએ તેને પાછી ઘરે મોકલી દીધી હતી.

સંબંધિત લેખો

Back to top button