ભાજપમાં જોડાવાના સવાલ પર કમલનાથે આપી આવી પ્રતિક્રિયા….

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના ભાજપમાં જોડાવા અંગે રાજકીય અટકળો ચાલુ છે. શનિવારે જ્યારે તેઓ દિલ્હી આવ્યા ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ ભાજપના કેટલાક નેતાઓને મળવાના છે અને ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે, પણ એવું થયું નહીં. જ્યારે મીડિયાએ તેમને ભાજપમાં જોડાવા અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આવો કોઇ નિર્ણય કરશે તો મીડિયાને સૌથી પહેલા જણાવશે.
આજે ફરી કમલનાથને મીડિયા દ્વારા ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મેં તમને ગઇકાલે પણ કહ્યું હતું કે જો આવું કંઇ થશે તો હું તમને સૌથી પહેલા જાણ કરીશ, પરંતુ અત્યારે હું તેરમાxમાં જઇ રહ્યો છું. જો તમારે પણ જવું હોય તો ચાલો. ” તેમનો આ જવાબ સાંભળી લોકો પણ અચંબામાં પડી ગયા હતા કે તેમનો કહેવાનો અર્થ શું છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે, ત્યારે તેમણે સાફ શબ્દોમાં ઇનકાર કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ કમલનાથના ભાજપમાં જવાના સવાલને સતત નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે કમલનાથ ક્યારેય આવું પગલું ના ભરી શકે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું કમલનાથ ભાજપમાં જોડાશે, ત્યારે કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, હું કમલનાથના સતત સંપર્કમાં છું અને તેમની સાથે ચર્ચા કરી રહ્યો છું. તેમણે કૉંગ્રેસથી જ તેમના જીવનની શરૂઆત કરી હતી. આપણે બધા તેમને ઇંદિરા ગાંધીના ત્રીજા પુત્ર તરીકે ઓળખીએ છીએ. તેમણે હંમેશા કૉંગ્રેસને ટેકો આપ્યો હતો. તેઓ તો પક્ષનો આધારસ્તંભ છે. તેઓ કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન, પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને મુખ્ય પ્રધાન હતા. મને નથી લાગતું કે તેઓ પાર્ટી છોડી દે