KamalNath નહીં પકડે હાથમાં કમળ, પરંતુ દીકરા મામલે હજુ સસ્સપેન્સ કાયમ

KamalNath નહીં પકડે હાથમાં કમળ, પરંતુ દીકરા મામલે હજુ સસ્સપેન્સ કાયમ

ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ અને સાંસદ પુત્ર નકુલનાથ કૉંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં સામેલ થશે તેવી અટકળોએ જોર પક્ડયું હતું. ગઈકાલે પિતા-પુત્ર દિલ્હીમાં હોવાથી ભારે ઉત્સુકતા ફેલાઈ હતી, પરંતુ મળતી માહિતી અનુસાર કમલનાથ ભાજપમાં નહીં જાય. જોકે તેમના પુત્ર નકુલાનાથ મામલે હજુ સસ્પેન્સ કાયમ છે.

આ સમયે મધ્યપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પૂર્વ સીએમ કમલનાથ ભાજપમાં જોડાશે નહીં. તેમના સાંસદ પુત્ર નકુલ નાથ અને કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કર્યા બાદ કમલનાથે પાર્ટીમાં રહેવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી, પૂર્વ પ્રધાન સજ્જન સિંહ વર્મા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે ભાજપમાં જોડાવાની અટકળોને પહેલા જ ફગાવી દીધી હતી. મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી સજ્જન વર્મા 18 ફેબ્રુઆરી, રવિવારે નવી દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને મળ્યા હતા.


આ બેઠક કમલનાથના નિવાસસ્થાને લગભગ ત્રીસ મિનિટ સુધી ચાલી હતી. બેઠક બાદ સજ્જન સિંહ વર્માએ મીડિયાને કહ્યું હતું કે કમલનાથ સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમની સાથે વાત કરી છે. હું 40 વર્ષથી તેની સાથે છું. કમલનાથ જ્યાં પણ હશે, હું ત્યાં જ રહીશ.


સજ્જન સિંહ વર્માએ કહ્યું હતું કે કમલનાથનું ફોકસ 29 લોકસભા સીટો પર છે. તેઓ જ્ઞાતિના સમીકરણો બનાવી રહ્યા છે. કોને ટિકિટ આપવી તેના પર ફોકસ છે. કમલનાથે ભાજપમાં જોડાવાના સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.


જોકે કમલનાથની શીખ વિરોધી છાપને લીધે ભાજપમાં પણ તેમના પ્રવેશથી નારાજગી હતી. શિખ નેતાઓએ પક્ષ સામે પોતાની વાત રાખી હતી અને જો કમલનાથ ભાજપમાં આવ્યા તો પક્ષને પંજાબ, હરિયાણા, દિલ્હીમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે, તેમ પણ જણાવ્યું હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. આથી કમલનાથને કૉંગ્રેસે રોકી રાખ્યા કે ભાજપે આવવા જ ન દીધા તે કહેવું મુશ્કેલ છે.

સંબંધિત લેખો

Back to top button