ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને પુત્ર નકુલ નાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે, મધ્યપ્રદેશમાં મોટા બળવાની સ્ક્રિપ્ટ તૈયાર!

લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત કૉંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. લેટેસ્ટ સમાચાર મધ્ય પ્રદેશથી આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. દરમિયાન, નકુલ નાથે તેમના પૂર્વ બાયોમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે, જેનાથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ મજબૂત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કમલનાથ પોતાના પુત્ર નકુલ નાથના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને મધ્ય પ્રદેશમાં માત્ર એક જ બેઠક મળી હતી જે કમલનાથના ગઢ છિંદવાડામાંથી હતી, જ્યાં તેમના પુત્ર નકુલનાથે સખત સંઘર્ષ બાદ જીત મેળવી હતી. છિંદવાડામાં કમલનાથ/નકુલનાથની જીતનો માર્જિત સતત ઘટતો જઇ રહ્યો છે. બીજી તરફ ભાજપે છિંદવાડાને પોતાની નબળી યાદીમાં રાખ્યું છે. છેલ્લા 3 વર્ષમાં ભાજપે ત્યાં ઘણી મહેનત કરી છે.
મધ્ય પ્રદેશ બીજેપીના પ્રવક્તા અને કમલનાથના પૂર્વ મીડિયા સલાહકાર નરેન્દ્ર સલુજાએ કમલનાથ-નકુલનાથનો ફોટો પોસ્ટ કરીને ‘જય શ્રી રામ’ લખ્યું, ત્યાર બાદ અટકળો તેજ બની છે કે કમલનાથ અને નકુલનાથ ભાજપમાં જઇ રહ્યા છે.

આ દરમિયાન કોંગ્રેસના સમર્થક પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી કોંગ્રેસનો લોગો હટાવી દીધો છે. સજ્જન સિંહ વર્માની ગણતરી કમલનાથના કટ્ટર સમર્થકોમાં થાય છે. બંને નેતાઓ આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને તેઓ ભાજપમાં જોડાશે તે નક્કી જ છે. જો કે તેઓ કયા દિવસે ભાજપમાં જોડાશે તે હજુ નક્કી થયું નથી. જોકે, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કમલનાથના ભાજપમાં જોડાવાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, ‘મેં ગઈકાલે રાત્રે કમલનાથ સાથે વાત કરી હતી.. તેઓ છિંદવાડામાં છે.. જે વ્યક્તિએ નહેરુ ગાંધી પરિવાર સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. તે વ્યક્તિ પાસેથી આપણે કેવી રીતે આશા રાખી શકીએ કે તે ઈન્દિરાજીના પક્ષને તે છોડી દેશે. આપણે આની અપેક્ષા પણ ન રાખવી જોઈએ.

થોડા દિવસો પહેલા કમલનાથને પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં જોડાઈ શકે છે? તેના પર કમલનાથે કહ્યું કે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. જ્યારે તેમને ભાજપમાં જોડાવા વિશેની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાથે કહ્યું, ‘ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, હું તેમના વિશે શું કહી શકું? કમલનાથ છિંદવાડાથી 9 વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ છેલ્લા બે વખતથી છિંદવાડાથી વિધાન સભ્ય છે. તેમનો પુત્ર નકુલનાથ હાલમાં છિંદવાડાથી સાંસદ છે. કમલનાથ ડિસેમ્બર 2018 થી માર્ચ 2020 વચ્ચે મુખ્યમંત્રી હતા. તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button