કમલ હાસને કર્યો નીટ પરીક્ષા અને સનાતન પર પ્રહાર, કહ્યું શિક્ષણ એક હથિયાર | મુંબઈ સમાચાર

કમલ હાસને કર્યો નીટ પરીક્ષા અને સનાતન પર પ્રહાર, કહ્યું શિક્ષણ એક હથિયાર

નવી દિલ્હી : રાજયસભાના સાંસદ અને અભિનેતા કમલ હાસને ફરી એક વાર નીટ પરીક્ષા અને સનાતન વિરુદ્ધ પ્રહાર કર્યો છે. કમલ હાસને જણાવ્યું કે શિક્ષણ એ હથિયાર છે જે તાનાશાહી અને સનાતન જેવી બેડીઓને તોડી શકે છે.

કમલ હાસને જણાવ્યું કે વર્ષ 2017માં આવેલા આ કાયદાએ અનેક બાળકોને મેડીકલ શિક્ષણથી વંચિત કરી દીધા. તેમણે કહ્યું કે શિક્ષણમાં એ તાકત છે કે તે કાયદો બદલી શકે છે. આ માત્ર હથિયાર નથી પરંતુ સાધન પણ છે જેનાથી દેશને નવો આકાર આપી શકાય છે.

આપણ વાંચો: 30 વર્ષ નાની અભિનેત્રી સાથે કમલ હાસને કરી કિસ! સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ શરૂ…

આ પરીક્ષા ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે અડચણ

કમલ હાસનનું આ નિવેદનને તમિલનાડુમાં લાંબા સમયથી ચાલી રહેલા નીટ પરીક્ષા વિરુદ્ધના વિરોધ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ પરીક્ષા ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે અડચણ બની રહી છે.

જયારે કેન્દ્ર સરકાર આને મેરિટના આધારે પસંદગીની પ્રક્રિયા માને છે. કમલ હાસન આ પૂર્વે સનાતન પર ટીપ્પણી કરી ચુકેલા છે તેમજ તેને પેરિયારની વિચારધારા સાથે જોડીને કહ્યું છે કે આ વિચારધારા સામાજિક અસામનતાને વધારે છે.

આપણ વાંચો: Tamilnadu માં ચાલી રહેલા ભાષા વિવાદમાં કમલ હાસને પણ ઝંપલાવ્યું, ભાજપ પર કર્યો પ્રહાર

જિતેન્દ્ર આવ્હાડના સનાતન પરના નિવેદન બાદ વિવાદ વધ્યો

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત એનસીપી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે સનાતન ધર્મ પર આપેલા નિવેદન બાદ વિવાદ વધી રહ્યો છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા નિતેશ રાણેએ કહ્યું કે જ્યાંથી આવ્હાડ ચૂંટાય છે તે જગ્યા જેહાદીઓનું હેડ ક્વાર્ટર છે. નિતેશ રાણેએ જિતેન્દ્ર આવ્હાડને જીતુદ્દીન કહીને સંબોધ્યા. તેમણે કહ્યું કે જેહાદીઓને ખુશ કરવા માટે તે હિન્દુઓ અને સનાતનને ગાળો આપી રહ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button