નેશનલ

“તમે કમલ હસન હોવ કે કોઈ પણ…” કન્નડ ભાષાના વિવાદ પર કર્ણાટક હાઈ કોર્ટ અભિનેતાને લગાવી ફટકાર…

બેંગલુરુ: આગામી સમયમાં દક્ષિણ ભારતની ફિલ્મોના અભિનેતા કમલ હસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ રિલિઝ થશે. તાજેતરમાં આ ફિલ્મના ઓડિયો લોન્ચના કાર્યક્રમમાં અભિનેતા કમલ હસન હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કન્નડ ભાષાનો જન્મ તમિલમાંથી થયો છે. જેને લઈને વિવાદ ઊભો થયો છે અને તે કર્ણાટક હાઈ કોર્ટ સુધી પહોંચ્યો છે.

વિવાદિત નિવેદનને લઈને કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેંચે કમલ હસનને ફટકાર લગાવી છે. હાઈ કોર્ટે કમલ હસનને કહ્યું કે તમે કમલ હસન હોવ કે કોઈ અન્ય વ્યક્તિ હોવ, લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકો નહીં. આ સ્થિતિનું કારણ તમે પોતે જ છો.”

હાઈ કોર્ટે ‘ઠગ લાઈફ’ ફિલ્મની કમાણીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તમને બોલવાનો અધિકાર છે, પરંતુ લાગણી દુભાવવાનો અઘિકાર નથી. અભિવ્યક્તિની આઝાદીના નામ પર તમે એટલી હદ સુધી જઈ શકો નહીં, કે જેનાથી જનતાની લાગણી દુભાય. હવે અમે તેને તમારા પર છોડીએ છીએ. જો તમે કોઈને ઠેસ પહોંચાડી છે, તો માફી માંગો. કર્ણાટકમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ શકે છે. જો તમને કન્નડ લોકોની જરૂર નથી તો તમે અહીંથી થનારી કમાણી ભૂલી જાવ.”

કન્નડ ભાષા પર આપેલા નિવેદનને લઈને કમલ હસને માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. અભિનેતાનું કહેવું છે કે એકતા વધારવા માટે મેં આવું નિવેદન આપ્યું હતું. આ વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મ બોક્સઓફિસ પર કેટલી કમાણી કરશે?

આપણ વાંચો : 30 વર્ષ નાની અભિનેત્રી સાથે કમલ હાસને કરી કિસ! સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ શરૂ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button