નેશનલ

ઓડિશા, બિહાર પર કબજાના નિવેદન પર મમતાનો પલટવાર “અમે શું લોલીપોપ લઈને બેશીશું?”

કોલકાતા: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસાનો સિલસિલો યથાવત છે, તેના સતત અહેવાલો પણ મળી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશની BNP પાર્ટીના સંયુક્ત મહાસચિવ કબીર રિઝવીએ બફાટ કરતાં કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશાને કબજે કરવાની વાત કરી હતી. તેમના નિવેદનથી બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ગુસ્સે થયા હતા. બંગાળ વિધાનસભામાં બાંગ્લાદેશના નેતાના નિવેદન પર મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો : ‘પ્રસિદ્ધિ મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી રહી છે….’, જાણો સુપ્રીમ કોર્ટે અરજદારને કેમ ખખડાવ્યા

અમે બેસીને લોલીપોપ ખાઈશું?

મમતા બેનર્જીએ કહ્યું, “તમે કહો છો કે અમે બંગાળ, બિહાર અને ઓડિશા પર કબજો કરી લઈશું. તો શું અમે બેસીને લોલીપોપ ખાઈશું? અમે અખંડ ભારત છીએ અને બધા અવિભાજિત છીએ. તમે અમારી ધીરજની કસોટી કરી શકો છો અને અમે શાંત રહીશું. હિંદુ કે મુસ્લિમ દંગાઓ નથી કરતાં દંગા કેટલાક અસામાજિક તત્વો કરે છે.”

લઘુમતીઓ પર હુમલાથી અમે દુખી

મમતા બેનર્જીએ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થયેલા હુમલાથી અમે દુખી છીએ. તેમણે બંગાળના તમામ ધારાસભ્યોને કોઈપણ ઉશ્કેરણીજનક ભાષણ ન આપવા અપીલ કરી છે. મમતા બેનર્જીએ પણ વિધાનસભામાં ભાજપનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એક રાજકીય પક્ષ દ્વારા નકલી વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે. જેઓ વિચારે છે કે તેનાથી તેમને રાજકીય ફાયદો થશે તેઓને ખબર પડી જશે કે તેઓને હાર મળી છે.

આ પણ વાંચો : જગદીપ ધનખરને મહાભારતનો ‘સંજય’ કેમ યાદ આવ્યો? રાજ્યસભામાં AAP નેતા પર આકરા પ્રહારો કર્યા

મમતાએ કહ્યું અમે કેન્દ્ર સરકારની સાથે

બાંગ્લાદેશના મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને અમે બધા કેન્દ્ર સરકારની સાથે છીએ. તેમણે કહ્યું કે આજે વિદેશ સચિવ બાંગ્લાદેશ જઈ રહ્યા છે અને જોઈએ કે શું થાય છે? અમે ભારત સરકારની વિદેશ નીતિને અનુસરીશું. મમતા બેનર્જીએ કેન્દ્રને બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના મોકલવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જો કે આ પછી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. મમતા બેનર્જીના નિવેદન બાદથી બાંગ્લાદેશમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button