જ્યોતિ મલ્હોત્રાની આ રીતે ખુલી પોલ, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો પણ બનાવ્યો હતો વીડિયો

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથેના સંબંધમાં ધરપકડ કરવામા આવી છે.
તે ટ્રાવેલ વિથ જો નામની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે અને પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટ સાથે સંપર્કમાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રાને 5 દિવસના રિમાન્ડ પર મોકલી હતા.
વર્ષ 2023માં જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ યાત્રા દરમિયાન તેની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી.
આપણ વાંચો: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આખરી સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂરખાન એરબેઝને ભારે નુકસાન
તેની સાથે સંબંધો ગાઢ બન્યા હતા. દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટ્સ સાથે કરાવી હતી. તેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ સામેલ હતા.
જ્યોતિએ જટ્ટ રંધાવા નામથી સેવ કરેલા એક પીઆઈઓ શાકિર ઉર્ફે રાણા શાહબાઝ સાથે વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્સ પર ચેટ કરતી હતી. અહેસાન ઉર રહીમ ઉર્ફે ભારતમાં રહીને દેશ સામે કાવતરું રચતો હતો.
સુરક્ષા એજન્સીઓ આ મુલાકાતને ગંભીર માનીને તપાસમાં લાગી ગઈ હતી. કોર્ટમાં રજૂઆત બાદ પોલીસને હવે પાંચ દિવસનો સમય મળ્યો છે. પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
આપણ વાંચો: કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, ઓપરેશન સિંદૂરને લઈ કહી આ વાત
જ્યોતિની યૂટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જોના આશરે 3.77 લાખ સબ્સક્રાઈબર છે. ઈન્સ્ટા એકાઉન્ટ પર પણ 1.32 લાખથી વધારે ફોલોઅર્સ છે. તેણે ભારત સહિત અનેક દેશના પ્રવાસ કર્યા હતા. જેમાં ઈન્ડોનેશિયા અને ચીન પણ સામેલ છે. પરંતુ એજન્સીઓની નજર તેની પાકિસ્તાન યાત્રા પર હતી. જેના વીડિયો તેણે બે મહિના પહેલા પોસ્ટ કર્યા હતા.

વીડિયોમાં જ્યોતિએ અટારી-વાઘા બોર્ડર પાર કરીને લાહોરના અનારકલી બજારમાં ફરતી, બસ યાત્રા કરતી અને પાકિસ્તાનના સૌથી મોટા હિન્દુ મંદિર કટાસરાજ મંદિરનો પ્રવાસ કરતી જોવા મળી હતી. તપાસ એજન્સીઓનું માનવું છે કે જ્યોતિ મલ્હોત્રાને વિદેશી એજન્ટોએ તેના પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્રોફાઈલને કારણે પસંદગી કરી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ કર્યો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા નુકસાનનો દાવો
વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચ પર બનાવ્યા હતા વીડિયો
જ્યોતિએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચો પર દર્શકોની પ્રતિક્રિયા વાળા વીડિયો પણ બનાવીને અપલોડ કર્યા હતા. તેમાં પાકિસ્તાનથી આવેલા લોકો સાથે વાતચીતના વીડિયો પણ છે.
આ ઉપરાંત, જ્યોતિએ કાશ્મીર ટૂર પર પણ વીડિયો બનાવ્યા છે, જેમાં સેનાના લોકોને પણ ફિલ્માવવામાં આવ્યા છે. સીઆઈએ અનુસાર, જ્યોતિ પોતાના પાકિસ્તાન સાથે જોડાયેલા વીડિયોમાં ત્યાંના સકારાત્મક પાસાઓને દર્શાવતી હતી, જેમાં પાકિસ્તાન પ્રત્યે તેનું વલણ સ્પષ્ટ રીતે જોવા મળે છે.