મારે અસંમતિ દર્શાવવી પડી કારણ કે…” નોટબંધી વિશે જસ્ટિસ નાગરત્ના
નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પંજાબના ગવર્નર સંબંધિત કેસનો ઉલ્લેખ કરીને ચૂંટાયેલી વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર રાજ્યપાલોના સ્ટેની ટીકા કરી છે અને તેની સામે ચેતવણી પણ આપી છે.
નલસાર યુનિવર્સિટી ઑફ લૉ ખાતે આયોજિત કરવામાં આવેલી અદાલતો અને બંધારણ પરિષદની પાંચમી આવૃતિના ઉદ્ઘાટનમાં જસ્ટિસ નાગરત્ના પણ હાજર રહ્યા હતા. તેમણે તેમના વક્તવ્યમાં ઉપરોક્ત બાબત જણાવી હતી અને મહારાષ્ટ્ર વિધાનસભા કેસ વિશે વાત કહ્યું હતું કે અહીં રાજ્યપાલ પાસે ફ્લોર ટેસ્ટની જાહેરાત કરવા માટે પૂરતી સામગ્રીનો અભાવ હતો.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના રાજ્યપાલની ક્રિયાઓ અથવા અવગણનાઓને બંધારણીય અદાલતો સમક્ષ વિચારણા માટે લાવવી એ બંધારણ હેઠળ યોગ્ય નથી. રાજ્યપાલનું કાર્યાલય એક ગંભીર બંધારણીય પદ છે. રાજ્યપાલો બંધારણ અનુસાર બંધારણ હેઠળની પોતાની ફરજો બજાવવી જોઇએ, જેથી કોર્ટમાં આવા કેસો ટાળી શકાય.
રાજ્યપાલોને કોઈ કામ કરવા કે ન કરવા માટે કહેવા કરતા તેઓને બંધારણ મુજબ તેમની ફરજો નિભાવવા માટે કહેવામાં આવશે, એમ જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તામિલનાડુ રાજ્ય કેબિનેટમાં DMK નેતા કે પોનમુડીને મંત્રી ફરીથી સામેલ કરવાનો ઇનકાર કરવા બદલ રાજ્યપાલ આરએન રવિના વર્તન પર ‘સુપ્રીમ કોર્ટની અવહેલના’નો આરોપ લગાવીને ચિંતા વ્યક્ત કર્યાના થોડા દિવસો પછી જસ્ટિસ નાગરત્નાની આ ટિપ્પણી આવી છે.
જસ્ટિસ નાગરત્નાએ ડિમોનેટાઇઝેશન પર તેમની અસંમતિ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને કેન્દ્ર સરકારના ડિમોનેટાઇઝેશનના પગલા સામે અસંમત થવું પડ્યું કારણ કે 2016માં જ્યારે નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારે રૂ.500 અને રૂ.1,000ની નોટો રદ કરવામાં આવી હતી, જે કુલ ચલણી નોટોના 86 ટકા હતી અને તેમાંથી 98 ટકા પછી પાછી આવી હતી. જસ્ટિન નાગરત્નાએ જણાવ્યું હતું કે તેમણે નોટબંધીનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમને લાગ્યું હતું કે નોટબંધીને કારણે બધા પૈસાને વ્હાઇટ મનીમાં રૂપાંતરિત કરવામાં આવશે. નોટબંધીમાં 500 અને હજાર રૂપિયાનું લગભગ 98 ટકા ચલણ વ્હાઇટ મની બની ગયું હતું. મને લાગ્યું કે બિનહિસાબી રોકડને વ્હાઇટ મની બનાવવા માટે આમ કરવામાં આવ્યું છે. એમાં સામાન્ય માણસની દુર્દશાથી હું વ્યથિત થઇ ગઇ હતી. તેથી મારે ડિમોનેટાઇઝેશન માટે અસંમતિ દર્શાવવી પડી હતી.