ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગુરુએ કર્યું રોહિણી નક્ષત્રમાં ગોચર, 67 દિવસ સુધી આ રાશિના જાતકોનો શરૂ થયો Golden Period…

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડા સમયે અમુક-તમુક ગ્રહો રાશિ-પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે અને એની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. ત્રણ દિવસ પહેલાં જ આવું એક નક્ષત્ર પરિવર્તન થયું છે અને એને કારણે આગામી 67 દિવસ સુધી ચાર રાશિના જાતકોની ચાંદી જ ચાંદી રહેશે… આવો જોઈએ કયા ગ્રહે કર્યું નક્ષત્ર પરિવર્તન કર્યું છે અને એને કારણે કઈ કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે. 13મી જૂનના ગુરુએ નક્ષત્ર પરિવર્તન કરીને રોહિણી નક્ષત્રમાં ગોચર કર્યું છે અને ગુરુનું ચંદ્રના રોહિણી નક્ષત્રમાં પરિવર્તન જ્યોતિષીઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવ્યું છે. 20મી ઓગસ્ટ સુધી ગુરુ રોહિણી નક્ષત્રમાં જ બિરાજમાન રહેશે અને એને કારણે ચાર રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું રોહિણી નક્ષત્રમાં ગોચર કરવું ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. ઉંચા પદ, પૈસા અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ રહી છે. પરિવાર સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આજે તમારી સ્મરણશક્તિ અને શીખવાની ક્ષમતા વધી રહી છે. તમારું નોલેજ વધી રહ્યું છે.

ગુરુનું રોહિણી નક્ષત્રમાં થયેલું ગોચર સિંહ રાશિના લોકોને પણ લાભ કરાવશે. કામના સ્થળમાં મહત્ત્વના ફેરફારો થશે. આ પરિવર્તન સકારાત્મ રહેશે અને મનગમતું કામ કરવાનો મોકો મળશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. આ સમયે કરેલું રોકાણ ભવિષ્યમાં સારો નફો કરાવશે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થશે. તમે દરેક ક્ષેત્રમાં સારું એવું નામ કમાવી શકો છો.

કન્યા રાશિના લોકો માટે પણ આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે, સુખદ રહેશે. આ રાશિના જાતકો માટે સોનેરી દિવસોની શરૂઆત થઈ રહી છે. ભાગ્યનો પૂરેપૂર સાથ મળી રહ્યો છે. ધનલાભ થઈ રહ્યો છે. બિઝનેસમાં પણ લાભ થઈ રહ્યો છે. અધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધશે. સંતાન સુખ મળશે.

આ રાશિના લોકોને પણ રોહિણી નક્ષત્રમાં રહીને પારાવાર લાભ પહોંચાડી રહ્યા છે. આ રાશિના લોકોની આવર વધી રહી છે. પગાર વધારો, પ્રમોશન વગેરે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવકના નવા નવા સ્રોત્ર મળી શકે છે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button