ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી એકસાઈઝ પોલિસી કેસમાં Arvind Kejriwal સહિત અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી વધી

નવી દિલ્હી : દિલ્હીની અદાલતે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,(Arvind Kejriwal) ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, BRS ધારાસભ્ય કે. કવિતા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડીને સીબીઆઈએ દાખલ કરેલા દારૂ નીતિ કેસમાં લંબાવી છે.

કેજરીવાલે EDના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા

રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ મુજબ સીબીઆઈના કેસમાં 09 ઓગષ્ટ સુધી અને ઇડીના કેસમાં 13 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા અને તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા ભ્રષ્ટાચારના કેસના સંબંધમાં કસ્ટડીમાં છે. કેજરીવાલે EDના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા પરંતુ તેમની સામે CBI કરેલા કેસને કારણે તેઓ કસ્ટડીમાં છે.

ઇડીએ દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ કરી હતી

ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. અને 29 માર્ચે ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજી તરફ કે. કવિતાની 15 માર્ચ, 2024ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 21 માર્ચ 2024ના રોજ ઇડીએ દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ કરી હતી, જેમણે નવ જેટલા સમન્સ આપવામાં આવ્યા હતા. તેમા તે એક પણ વખત હાજર રહ્યા નથી.

એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મુખ્ય આરોપી

જ્યારે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને પ્રથમ વખત વચગાળાના જામીન આપ્યા હતા. જેથી તે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી શકે. જેની બાદ તેમણે 1 જૂનના રોજ આત્મસમર્પણ કર્યું. 12 જુલાઈના રોજ તેમને બીજી વખત વચગાળાના જામીન મળ્યા પરંતુ તે જેલમાં જ રહ્યા. કારણ કે તે પૂર્વે સીબીઆઈએ તેમની
કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી હતી. જેના લીધે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?