ટ્રમ્પના ટેરિફ બોમ્બ અંગે અભિનેતા જોન અબ્રાહમે આપી પ્રતિક્રિયા, અસરો વ્યાપક હશે…

મુંબઈઃ અમેરિકાએ ભારત પર 25 ટકા પછી ટેરિફ વધારીને પચાસ કર્યા પછી દરેકના મોંઢે ટેરિફની ચિંતા છે, જે અંગે હવે બોલીવુડના કલાકારો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જાણીતા અભિનેતા જોન અબ્રાહમે ટ્રમ્પના ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરતો પ્રતિભાવ આપ્યો હતો. બૉલીવુડના અભિનેતા જોન અબ્રાહમ ટૂંક સમયમાં એક્શન થ્રિલર ‘તેહરાન’માં જોવા મળશે, જે 14 ઓગસ્ટના Zee5 પર સ્ટ્રીમ થશે. જોન અબ્રાહમે ચાલુ સ્થાનિક-રાજકીય વાતાવરણ, વેપાર તણાવ અને કલા અને ભારતીય અર્થતંત્ર પર તેની અસર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા જોન અબ્રાહમે ભારત પર ટેરિફના વ્યાપક આર્થિક પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભૂ-રાજનીતિમાં રસ ધરાવતા, અબ્રાહમે કલા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રો પર આ ટેરિફના નોંધપાત્ર આર્થિક પરિણામો પર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચો: 50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ
“મને સરહદ પાર વિશે ખબર નથી, પણ હું તમને કહીશ કે તે કલાને અસર કરી રહ્યું છે કારણ કે આપણી અર્થવ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે, આપણી GDP કેવી રીતે કાર્ય કરે છે તેના પર બધું નિર્ભર છે. અલબત્ત, તે આખરે કલાને અસર કરશે. અબ્રાહમે ભારપૂર્વક જણાવ્યું કે આ અસર વ્યાપક હશે, જે ફક્ત અગ્રણી ક્ષેત્રોને જ નહીં પરંતુ એવા વ્યક્તિઓને પણ અસર કરશે જેઓ શરૂઆતમાં જોખમમાં ન હોય.
અભિનેતાએ ટેરિફના વ્યાપક પરિણામો, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ અને કાપડ જેવા ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો. તેમણે ટિપ્પણી કરી, ” મને લાગે છે કે તે મોટો ભાગ છે જેના વિશે આપણે ચિંતા કરવાની જરૂર છે, કારણ કે ખાસ કરીને ફાર્મા અને કાપડ વગેરે ક્ષેત્રોમાં તેની અસર ખૂબ મોટી થવાની છે. પરંતુ અંતે, તે આપણામાંના દરેકને અસર કરશે. આ એક વ્યાપક આર્થિક લહેર સૂચવે છે જે વ્યક્તિઓ અને વ્યવસાયોને સમાન રીતે અસર કરી શકે છે.”
આ પણ વાંચો: ‘ટેરિફ’ના કાવાદાવા સામે ‘ઝૂકેગા નહીં સાલા’: વિરોધી દેશની યાદીમાં ભારત સામેલ
અબ્રાહમે આગળ કહ્યું કે લોકો કહે છે કે અમેરિકાની દુશમની પણ ખતરનાક છે અને દોસ્તી પર જાનલેવા છે, તેથી તમે ન કહી શકો કે તે શું કરશે. આ ટેરિફને કારણે ભારત માટે ચૂકી ગયેલી સંભવિત તકોની પણ ચર્ચા કરી અને સાવચેતીભર્યો અભિગમ અપનાવવાનું સૂચન કર્યું.
“જો ટેરિફ ન આવ્યા હોત તો આપણી પાસે એક તક હતી કારણ કે આપણે ચીન પછીના ક્રમે હતા અને હવે ટેરિફ સાથે તે મુશ્કેલ છે. મને ખબર નથી કે બીજા બે અઠવાડિયાની વાટાઘાટોમાં શું થવાનું છે, ત્યાર બાદ જ કંઈક કહી શકાય,” તેમણે તાત્કાલિક સામા ટેરિફને બદલે ધીરજ અને માપેલા પ્રતિભાવનો આગ્રહ રાખતા કહ્યું.