G20 સમિટમાં PM Modiનો ખાસ સંદેશ, ભારતીય મૂલ્યો દુનિયાને વિકાસ તરફ લઈ જશે

જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ (Johannesburg)માં યોજાયેલી G20 સમિટ (G20 Summit )માં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વૈશ્વિક વિકાસથી લઈને અનેક વૈશ્વિક કટોકટી (Discussion on the global crisis)ઓ સામે કેવી રીતે કાર્ય કરવા જોઈએ તે અંગે ખાસ ભાર મૂક્યો હતો. G20 સમિટમાં પીએમર મીદીએ વિકાસ અંગે વાત કરતા કહ્યું કે ભારતની ઇન્ટિગ્રલ હ્યુમનિઝમ ફિલોસોફીને વિશ્વએ અપનાવવી જોઈએ. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીએ ભાર પૂર્વક કહ્યું કે, ભારતીય મૂલ્યો વિકાસ લાવી શકે છે. G20 સમિટ પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહી છે. આ G20 સમિટમાં અનેક દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ આવેલા છે. જેમાં પીએમ મોદીએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
હેલ્થકેર રિસ્પોન્સ ટીમ બનાવવા અંગે પીએમ મોદીએ ભાર મૂક્યો
G20 સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે. આ સાથે પીએમ મોદીએ કેટલાક પ્રસ્તાવો સમિટમાં આવેલા દેશા સમક્ષ રાખ્યાં હતાં. પ્રસ્તાવ એવો છે કે, પ્રાકૃતિક મુશ્કેલીઓ અને હેલ્થ ઇમરજન્સીઓમાં હેલ્થકેર રિસ્પોન્સ ટીમ બનાવવી જોઈએ. આ ટીમમાં શિક્ષિત મેડિકલ નિષ્ણાત હશે જેથી સંકટની ઘડીમાં સત્વરે રાહત કાર્ય માટે આવી શકે છે.
આ પણ વાંચો : G20 સમિટમાં PM Modi ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મળ્યાં, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
આતંકવાદી પ્રવૃતિ વિશ્વ માટે મોટો ખતરો છે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પીએમ મોદીએ નશાકારક પદાર્થો અને આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓ અંગે કહ્યું કે, ફેટેનિક જેવા ધાતકી ડ્રગ્સ ના માત્ર માનવ સ્વાસ્થ્ય માટે પરંતુ હવે તે આતંકવાદી ફન્ડિંગ માટેનું પણ સાધન બની ગયાં છે. આનો રોકવા માટે ખાસ કાર્ય કરવું પડશે તેવો પીએમ મોદીએ પ્રસ્તાવ રાખ્યો હતો. તેના સાથે સાથે પીએમ મોદીએ ખાસ તો વૈશ્વિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો.
કુદરતી સંસાધનો અંગે પીએમ મોદીએ કરી ખાસ વાત
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી G20 પહેલાના પણ દુનિયામાં આર્થિક વૃદ્ધિ થઈ છે, તેમ છતાં પણ અત્યારે ઘણાં લોકો એવા છે કે, તેમના સુધી સુવિધાઓ પહોંચી નથી. તેના માટે હવે નવી રીતે કામ કરવાની જરૂર છે. આ સાથે કુદરતી સંસાધનોના અતિશય શોષણને ઘટાડવાની પણ જરૂર હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું. G20 સમિટમાં પીએમ મોદીએ આ પ્રસ્તાવ રાખ્યા હતાં. જેમાં બની શકે છે તેમાં G20માં સામેલ દેશો સહમતી આપી શકે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : PM Modi In G-20 Summit : પીએમ મોદી બ્રાઝિલમાં G-20 સમિટમાં સામેલ થશે, અનેક નેતાઓને મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકા ગયાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગમાં યોજાનારી G20 સમિટમાં પણ ભાગ લીધો છે. આ G20 સમિટમાં પીએમ મોદી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ દરમિયાન પીએમ મોદી અન્ય પણ ઘણાં દેશાના પીએમ અને રાષ્ટ્રપતિને મળ્યાં હતાં.



