ટોપ ન્યૂઝનેશનલ

હેમંત સોરેનની પાર્ટીએ વડા પ્રધાન મોદી પર લગાવ્યા મોટા આરોપ, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખ હવે (Jharkhand Assembly election)ખૂબ નજીક છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગઈ કાલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ઝારખંડના ગઢવા અને ચાઈબાસામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા(JMM)એ વડા પ્રધાન મોદી આરોપ લગાવ્યો છે. પાર્ટીનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે મુખ્ય પ્રધાન હેમંત સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

JMMએ આ સંબંધમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu)ને પત્ર લખ્યો છે, આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે સમાન નિયમો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. JMMએ આ મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.

Also Read – UP ByPolls 2024: સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે યોજાઇ મહત્વની બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

JMM પાર્ટીના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ રાષ્ટ્રપતિ મુર્મુને લખેલા તેમના પત્રમાં જણાવ્યું છે કે વડા પ્રધાન મોદીની સોમવારે ઝારખંડના ગઢવા અને ચાઈબાસાની મુલાકાતને કારણે ‘નો-ફ્લાય ઝોન’ નક્કી કરવામાં આવ્યો હતો. હેમંત સોરેન બપોરે 1:45 વાગ્યે પશ્ચિમ સિંહભૂમના ગુદરી ખાતે સભા કર્યા પછી બપોરે 2:25 વાગ્યે સિમડેગાના બજાર ટંડમાં ચૂંટણી સભાને સંબોધવાના હતા. તે જ સમયે, વડા પ્રધાન મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે બપોરે 2:40 વાગ્યે ચાઈબાસામાં આવવાના હતા. ગુદરી અને ચાઈબાસા વચ્ચેનું અંતર 80 કિલોમીટર છે જ્યારે સિમડેગા વચ્ચેનું અંતર 90 કિલોમીટર છે. ચૂંટણી પંચે હેમંત સોરેનની મુલાકાતને મંજૂરી આપી દીધી હતી. પરંતુ વડાપ્રધાનના સુરક્ષા પ્રોટોકોલને ટાંકીને મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરને દોઢ કલાક માટે રોકી દેવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચે તાજેતરમાં ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો માટે 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button