નેશનલ

Jammu Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી…

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રવિવારે મોડી રાત સુધી ચાલેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ઘણા વરિષ્ઠ નેતાઓ અને જમ્મુ-કાશ્મીર ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.

પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહનું પ્રથમ યાદીમાં નામ નહિ

ભાજપની આ યાદીમાં ત્રણેય તબક્કામાં આવતી બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. જેનો પ્રથમ રાઉન્ડ 18 સપ્ટેમ્બરે યોજાશે. જેની બાદ બીજા તબક્કાનું મતદાન 23 સપ્ટેમ્બરે અને ત્યારબાદ ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ભાજપની આ યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહનું નામ નથી. માનવામાં આવી રહ્યું છે કે બીજી યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Jammu Kashmir માં ચૂંટણીના એંધાણ, 8 ઓગસ્ટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક

અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહતને ટિકિટ

ભાજપની ઉમેદવારોની યાદીમાં મુખ્ય નામોમા રાજપોરાના અર્શિદ ભટનો સમાવેશ થાય છે. શોપિયાના જાવેદ અહેમદ કાદરી અને અનંતનાગ પશ્ચિમના મોહમ્મદ રફીક વાનીને પણ ટિકિટ આપવામાં આવી છે. અનંતનાગ બેઠક પરથી એડવોકેટ સૈયદ વજાહતને ટિકિટ મળી છે. શગુન પરિહારને કિશ્તવાડ બેઠક પરથી તક આપવામાં આવી છે.

બિજબેહરા સીટ પરથી સોફી યુસુફ ભાજપના ઉમેદવાર

જ્યારે ડોડા વિધાનસભાથી ગજયસિંહ રાણા ભાજપના ઉમેદવાર હશે. સૈયદ શૌકત ગાયુર અંદ્રાબીને પમ્પોર વિધાનસભાથી ભાજપ તરફથી ટિકિટ મળી છે. બિજબેહરા સીટ પરથી સોફી યુસુફ ભાજપના ઉમેદવાર હશે. મહેબૂબા મુફ્તી આ બેઠક પરથી ચૂંટણી લડતા રહ્યા છે. પરંતુ આ વખતે તેમની પુત્રીને પીડીપીમાંથી ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…