Jio ની સેવાઓમાં અચાનક વિક્ષેપ: અનેક શહેરોમાં યુઝર્સને ઇન્ટરનેટ અને કોલિંગમાં પરેશાનીઓ

નવી દિલ્હીઃ દેશભારના અનેક શહેરોમાં રિલાયન્સ Jio ની સેવાઓ ઠપ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સ Jio ની મોબાઇલ અને બ્રોડબેન્ડ સેવાઓ આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં ડાઉન થઈ ગઈ છે.
ખાસ કરીને અમદવાદ, દિલ્હી, જયપુર, લખનઉ, ઈન્દોર, પટના, ગુવાહાટી, કોલકાતા, નાગપુર, મુંબઈ, નાસિક, હૈદરાબાદ, બેગ્લુરૂ, ચેન્નાઈ અને મદુરાઈ સહિત અનેક શહેરોમાં જિઓની સેવાઓ ઠપ ગઈ છે. મેટ્રો શહેરોમાં યુઝર્સે મોટાપાયે ઇન્ટરનેટ, કોલિંગ અને JioFiber સર્વિસીસમાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો.

આપણ વાંચો: શું તમે પણ Reliance Jio User છો? તો આ માહિતી તમારા માટે જ છે…
56% યૂઝર્સને મોબાઇલ ઇન્ટરનેટમાં મુશ્કેલી
ટેકનિકલ દશા અંગે હજુ સુધી રિલાયન્સ Jio તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે Downdetector પર યુઝર્સે મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાવતાં, કંપનીને જલદી જવાબ આપવો પડી શકે છે.
Downdetector પરથી મળેલી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો, 56% યૂઝર્સને મોબાઇલ ઇન્ટરનેટમાં મુશ્કેલી પડી રહી છે, 29% યૂઝર્સને કોલિંગ અને નેટવર્કથી જોડાયેલી સમસ્યાઓ અને 15% યૂઝર્સને JioFiber બ્રોડબેન્ડમાં સમસ્યા આવી રહી છે. જિઓની આવી સેવાને કારણે લોકો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.
આપણ વાંચો: Jio,Vi,Airtel ને અલવિદા કહી રહ્યા છે યુઝર્સ; જ્યારે તેનો લાભ ખાટી રહ્યું છે BSNL!
બપોરના 1:30 બાદથી Jio સેવાઓ અચાનક ઠપ
દેશભરમાં જિયોનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ હોવાની લોકો પરેશાન થઈ રહ્યાં છે. Downdetector જેવી વેબસાઈટ પર બપોરના 1:30 બાદથી Jio સેવાઓ અંગે નોંધાયેલા રિપોર્ટ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
યૂઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, જિઓની ટેકનિકલ ટીમ કામ પર લાગી ગઈ છે પરંતુ સેવાઓ હજી શરૂ થઈ નથી. લોકો સોશિયલ મીડિયામાં Jioને ટેગ કરીને ફરિયાદો કરી રહ્યાં છે. અચાનક સેવાઓ ઠપ હોવાથી લોકો પરેશાન થયાં છે.