અલવિદાઃ રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા નાના ભાઈ….
મુંબઇઃ એક વાર રતન ટાટાએ તેમના બાળપણની તસવીરો શેર કરતા લખ્યું હતું કે એ ઘણા ખુશીના અને મોજમજાના દિવસો હતા જ્યારે હું, મારો ભાઇ જિમી અને અમારો પાળતું શ્વાન હતો. આજે જ્યારે રતન ટાટા તેમની જીવનની આખરી સવારીએ નીકળ્યા ત્યારે તેમના નાના ભાઇ પણ અશ્રુપૂર્ણ ભીની આંખે, દિલમાં દર્દને દબાવીને પોતાના વહાલા મોટા ભાઇને આખરી વિદાય આપવા આવ્યા હતા. બાળપણમાં ખઉશ અને હસતા જોવા મળેલા બંને ભાઇઓમાંથી એક આજે શાંત હતો અને એકની આંખો ભીની હતી. તેમના મોઢા પર દુઃખની છાયા સ્પષ્ટ જણાતી હતી
વ્હીલચેર પર આવેલા જિમીએ રતન ટાટાના બેજાન શરીરને નિહાળ્યું અને તેમની આઁખોમાં આંસુ તગતગી ગયા. એમનો ચહેરો સાફ દર્શઆવતો હતો કે ભાઇને ખઓવાનું દુઃખ તેો દિલમાં ભંડારીને બેઠા છે.
નોંધનીય છએ કે જિમી ટાટા રતન ટાટા કરતા બે વર્ષ નાના છે અને તેઓ કોલાબામાં એક સાદા બે બેડરૂમના ફ્લેટમાં ગુમનામીની અત્યંત સાદગીભરી જિંદગી જીવે છે. રતન ટાટાની જેમ તેમના ભાઇએ પણ લગ્ન નથી કર્યા. તેમની પાસે મોબાઇલ કે ટીવી જેવી કોઇ સુવિધા નથી. તેમને બધી માહિતી અખબારોમાંથી જ મળે છે. જિમી ટાટા ગ્રુપના ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે.
કેટલાક સમય પહેલા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ જિમી ટાટા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેના દ્વારા લોકોને રતન ટાટાના ભાઇ વિશે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે જિમી ટાટાને સ્કવૉશમાં ઘણો રસ છે અને એ હંમેશા મને હરાવી દે છે. તેમને બિઝનેસમાં કોઇ રસ નથી. તેઓ લાઇમલાઇટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.
જિમી ટાટા રતન ટાટાના નાના ભાઇ છે અને નોએલ ટાટા તેમના સાવકા ભાઇ છે.