નેશનલ

Jharkhand માં ટ્રેનમાં આગ લાગવાની અફવાએ ચાર લોકોના ભોગ લીધા, જાણો સમગ્ર ઘટના

લાતેહર : ઝારખંડમાં (Jharkhand)એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ઝારખંડના કુમંડી રેલવે સ્ટેશન પર ટ્રેનની(Train) અડફેટે કેટલાક મુસાફરોના મોત થયા છે. આ ઘટના સાસારામ એક્સપ્રેસ સાથે જોડાયેલી છે. જેમાં કુમંડી રેલવે સ્ટેશન પર સાસારામ એક્સપ્રેસમાં આગ (Fire)લાગવાની અફવા ફેલાઈ હતી. આ અફવા સાંભળીને સાસારામ એક્સપ્રેસમાં બેઠેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી બીજા ટ્રેક પર કૂદી પડ્યા હતા. દરમિયાન બીજી બાજુથી આવતી માલગાડીએ તેમને ટક્કર મારી હતી. જેના લીધે કેટલાક મુસાફરોના મોત થયા છે. આ ઘટના બાદ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અફવાએ જીવ લીધા

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બાદ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન લગભગ દોઢ કલાક સુધી સ્ટેશન પર રોકાઈ રહી હતી. આ ઘટના શુક્રવારે બની હતી. જેવી સાસારામ-રાંચી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન કુમંડી રેલવે સ્ટેશન પર પહોંચી. ત્યારે ક્યાંકથી અફવા આવી કે ટ્રેનમાં આગ લાગી છે. આ દરમિયાન ગભરાયેલા મુસાફરો પાટા પર કૂદીને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો અન્ય ટ્રેક પર દોડવા લાગ્યા હતા. ત્યારે સામેથી આવતી માલગાડીએ કેટલાક લોકોને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 4 લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલુ છે.

સ્ટેશન પર અફડા તફડી

આ ઘટના બાદ સ્ટેશન પર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. લાતેહાર પ્રશાસનને આ ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, તમામ મૃતદેહોને ડાલ્ટનગંજ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલ બાળકોને સદર હોસ્પિટલ લાતેહારમાં સારવાર આપવામાં આવી હતી અને તેમને રિમ્સમાં રેફર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્ટેશન પર હાજર લોકો અને ટ્રેક પર દોડી રહેલા મુસાફરોમાં દોડધામ મચી હતી. રેલવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Also Read-

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો