ઝારખંડમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રણ માઓવાદી ઠાર

ગુમલા : ભારતના વિવિધ રાજ્યોમાં સુરક્ષાદળો નક્સલવાદીઓને નાબૂદ કરવાનું અભિયાન ચલાવી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઠ અને ઝારખંડ જેવા રાજયોમાં સતત અથડામણ થઈ રહી છે.જેમાં અનેક નક્સલીઓ અને માઓવાદી માર્યા ગયા છે. જેમાં ઝારખંડમાં ગુમલા જીલ્લામાં આજે સવારે સુરક્ષાદળોએ ત્રણ માઓવાદીને માર્યા છે.
ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઝારખંડના ગુમલા જીલ્લામાં બુધવારે સવારે સુરક્ષાદળો અને પ્રતિબંધિત માઓવાદી ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ માઓવાદીઓના મોત થયા છે. આ અથડામણ સવારે 8 વાગ્યે બિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં થઈ હતી. માઓવાદી ઝારખંડ જન મુક્તિ પરિષદના સભ્યો હતા.
આ સ્થળેથી ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેની બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.
બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું
પોલીસે ત્રણ માઓવાદી માર્યા ગયાની પૃષ્ટિ કરી છે. જેમાં પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા માઓવાદીઓમાં લોહરદગાના રહેવાસી લાલુ લોહારાનો સમાવેશ થાય છે. જે ઝારખંડ જન મુક્તિ પરિષદનો સબ-ઝોનલ કમાન્ડર હતો. તેની પાસેથી એક AK-47 રાઇફલ મળી આવી હતી. બીજો નક્સલી, લાતેહારનો રહેવાસી છોટુ ઓરાઓન પણ સંગઠનમાં સબ-ઝોનલ કમાન્ડર હતો. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું.
આપણ વાંચો: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ દાખલ, પોલીસે તપાસ શરુ કરી