ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ થઈ તો CM કોણ બનશે, પત્ની કે બીજું કોઈ?

રાંચી: ઝારખંડના સીએમ બે દિવસ બાદ ફિલ્મી સ્ટાઈલમાં તેમના ઘરેથી અચાનક જ મળી આવ્યા અને હવે આજે સીએમ હેમંત સોરેન મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થશે. હવે પ્રશ્ન એ છે કે શું હવે હેમંત સોરેનની ધરપકડ શથે કે નહિ? અને જો ધરપકડ થશે તો નવા સીએમ પદના દાવેદાર કોણ હશે કે પછી તેમના પત્ની કલ્પના સોરેન સીએમ તરીકેનો કાર્યભાર સંભાળશે?
મળતી માહિતી અનુસાર હેમંત સોરેને તેમના ધારાશભ્યોને આખી યોજના સમજાવી દીધી છે. ઝારખંડના રાજકીય નિષ્ણાતે આ ઘટના બાબતે ખુલાસો કરતા જણાવ્યું હતું કે હાલમાં સીએમ હેમંત સોરેનની ધરપકડ થાય તેવી શક્યતા તેમને ઓછી લાગે છે, જોકે ગઈકાલ બનેલી ઘટના બાદ કંઈ પણ કહેવું અતિશયોક્તિ લાગશે. અને જો કદાચ ધરપકડ થાય છે તો તેના માટે સીએમ હેમંત સોરેન પોતે પણ તૈયાર છે. જો કે ખાસ બાબત એ છે કે હેમંત સોરેન સાથે તેમની પત્ની દરેક બેઠકમાં હાજર રહી છે.
અને એટલે જ અત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે હેમંત સોરેનની ધરપકડના કિસ્સામાં તેમને સીએમ બનાવવામાં આવી શકે છે. પરંતુ કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે તે પોતાની પાર્ટીમાંથી કોઈ વરિષ્ઠ નેતાને આગળ લાવશે ત્યારે હવે વાત કેટલે અટકે છે તે એક યક્ષ પ્રશ્ન છે.
એક બાબત એવી પણ છે કે કલ્પના સોરેન ઓડિશાના મયુરભંજની રહેવાસી છે, પરંતુ આદિવાસી નથી. આથી પતિએ સીટ છોડ્યા પછી પણ તે ત્યાંથી ચૂંટણી લડી શકે નહીં. તેથી બિનઅનામત બેઠક ખાલી કરવામાં આવી છે. તે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. પરંતુ જો કલ્પના સોરેન સીએમ પદ માટે દાવેદાર નથી બનતી તો શું સોરેન પરિવારમાં બીજી એવી કોઈ વ્યક્તિ નથી જે સીએમ પદ માટે આગળ આવી શકે.
હેમંત સોરેનના દિવંગત મોટા ભાઈની પત્ની સીતા સોરેન જેએમએમના ધારાસભ્ય છે. તે ઘણી વખત પાર્ટી વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે. તેથી તેમને બાજુમાં જ રાખવામાં આવશે. તેમજ તેમના નાના ભાઈ બસંત સોરેન સીએમ પદ સંભાળી શકે તેટલી યોગ્યતા દેખાતી નથી.
હવે ફક્ત એક જ નામ છે જેમાં કોઈ પ્રશ્ન ના નડે અને તે છે. શિબુ સોરેનની પત્ની રૂપી સોરેન, પરંતુ તે રાજકારણમાં સક્રીય થવા માટે સહમત થાય છે કે નહિ એ જોવાનું છે. આ ઉપરાંત વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને પણ સીએમ પદ માટે સોરેન પરિવાર આગળ કરી શકે છે.