ઝારખંડમાં ભીષણ અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત...

ઝારખંડમાં ભીષણ અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત…

દેવધર: આજે મંગળવારની વહેલી સવારે ઝારખંડના દેવઘરમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો (Road Accident in Devdhar, Jharkhand) હતો. કાવડ યાત્રીઓને લઇને જઈ રહેલી બસ ટ્રક વચ્ચે અથડાઈ હતી.

અહેવાલો મુજબ આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 30 ઘાયલ થયા છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં 18 કાવડ યાત્રીઓના મોત થયા છે.

અહેવાલ મુજબ આ અકસ્માત આજે સવારે 7 વાગ્યાના અરસામાં ઝારખંડના દેવઘર-બાસુકીનાથ હાઈવે પર જમુનિયા ચોક પાસે બન્યો હતો. બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, દ્રશ્યો જોઈને અંદાજ આવી શકે છે કે અકસ્માત કેટલો ભયંકર હતો.

ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે, સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી છે.

અહેવાલ મુજબ ઈજાગ્રસ્ત યાત્રાળુઓને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ કાવડિયા બિહારના બેતિયા અને ગયાના રહેવાસી છે.

દેવધરથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરી લખ્યું, ‘મારા લોકસભા વિસ્તાર દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત થતાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button