નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: ઝારખંડમાં ‘પક્ષપલટુ’ની બોલબાલા, જાણો કેટલા પક્ષો છે મહેરબાન?

રાંચીઃ લોકસભાની ચૂંટણી પછી હવે બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર દેશ આખાની નજર છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર અને ઝારખંડ એસેમ્બલી ઈલેક્શનને કારણે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રની માફક ઝારખંડમાં દલબદલુ નેતાઓ પર મોટા મોટા પક્ષોએ મહેરબાની દાખવી છે. આ વખતની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષમાં પક્ષપલટુ નેતા પર પક્ષો મહેરબાન રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધુ પક્ષપલટુ (આઠ)ની ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સામે પક્ષે જેએમએમએ સાત અને સમાજવાદી પાર્ટી (સપા)એ છ નેતાને ટિકિટ આપી છે.

ઝારખંડમાં 81 બેઠક પર યોજવામાં આવશે ઈલેક્શન
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં 81 બેઠક માટે ઈલેક્શન યોજવામાં આવશે, બે તબક્કામાં યોજનારી ચૂંટણીની નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ છે અને કઈ પાર્ટીને ક્યાંથી ઉતારવામાં એનું પણ નક્કી થઈ ગયું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં પક્ષપલટુ ઉમેદવારોને બોલબાલા વધી છે, જેમાં અન્ય પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આવનારા ઉમેદવારોને તો જાણે ચાંદી થઈ ગઈ છે. બીજી બાજુ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની આગેવાની હેઠળ ઈન્ડિ ગઠબંધન હોય કે અન્ય એનડીએ પણ પક્ષપલટુ ઉમેદવારો પણ મહેરબાન રહ્યા છે.

આ પણ વાંચો: નવાબ મલિકને અજિત પવારે બનાવ્યા ઉમેદવાર તો ફડણવીસ નારાજ…

જેએમએમએ સાત પક્ષપલટુને આપી છે ટિકિટ
ઈન્ડિ ગઠબંધનની આગેવાની હેઠળના જેએમએમએ સાત પક્ષપલટુને ટિકિટ આપી છે, જ્યારે જેએમએમ છોડીને ભાજપમાં આવનારા ચાર, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનમાંથી આવેલા બે અને આરજેડીમાંથી આવેલા એક નેતાને ટિકિટ આપી છે. જામા સીટ પરથી આવેલા ઉમેદવાર લુઈસ મરાંડી, સરાયકેલાથી ગણેશ મહલી, જમુવાથી કેદાર હાજરા અને ભવનાથપુરથી અનંત પ્રતાપ દેવ ભાજપમાંથી આવ્યા છે. જેએમએમથી રાજમહલથી એમટી રાજા અને ચંદનકિયારીને ઉમાકાંત રજકને ટિકિટ આપી છે, જે આજસુ પાર્ટીમાંથી આવ્યા છે. આરજેડી ઉદયશંકર સિંહને જેએમએમને સારઠની સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસે બે પક્ષપલટુ ઉમેદવારને આપી છે ટિકિટ
જેએમએમના ગઠબંધનમાં સહયોગી કોંગ્રેસે બે પક્ષપલટુ ઉમેદવારને ટિકિટ આપી છે. પાંકી બેઠક પરથી પાર્ટીએ ભાજપમાંથી આવેલા લાલ સુરજ અને છતરપુર સીટથી આરજેડીમાંથી આવેલા રાધાકૃષ્ણ કિશોરને ઉતાર્યા છે. જેએમએમની આગેવાની હેઠળ ગઠબંધનની બે પાર્ટીએ નવથી આઠ નેતાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપએ ચંપઈ સોરેન અને દીકરાને મેદાનમાં ઉતાર્યાં
ભારતીય જનતા પાર્ટીએ જેએમએમમાંથી આવેલા પૂર્વ મુખ્ય પ્રધાન ચંપઈ સોરેનને સરાયકેલા અને તેમના દીકરા બાલુ લાલ સોરેનને ઘાટશિલાની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેએમએમમાંથી આવેલા લોબિન હેમ્બ્રમને બોરિયો અને સીતા સોરેનને જામતાડા, કોંગ્રેસમાંથી આવેલા ડોક્ટર મંજુ દેવીને જમુવા અને ગીતા કોડાને જગન્નાથપુર, એનસીપીમાંથી આવેલા કમલેશ કુમાર સિંહને હુસૈનાબાદ, સહયોગી પક્ષ આજસુમાંથી આવેલા રોશનલાલ ચૌધરીને બડકાગાંવમાંથી ભાજપના ઉમેદવાર જાહેર કર્યાં છે.

ઝારખંડ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં 43 સીટ પર (743) 13મી નવેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણીમાં 38 સીટ માટે 20મી નવેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે. બીજા તબક્કા માટે 634 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે પરિણામ 23મી નવેમ્બરે આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button