પપ્પાએ મમ્મીનું ગળું દબાવ્યુ….. દીકરીએ સ્કેચ બનાવી પિતાની ક્રૂરતાનો કર્યો ખુલાસો…

ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક મહિલાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાવાળાઓએ તેમની દીકરીની હત્યા કરી હતી. હવે આ મહિલાની ચાર વર્ષની દીકરીએ પણ સ્કેચ દોરીને એવો ખુલાસો કર્યો છે કે તેના પિતાએ તેની માતાને ફાંસીએ લટકાવીને મારી નાખી છે.
સીદીસૈયદની જાળી સાથે ગુજરાતને કોઈ લેવાદેવા નથી; નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન
ઘટનાની વિગત અનુસાર 2019માં મધ્યપ્રદેશની ટીકમગઢ જિલ્લાની રહેવાસી સોનાલીના લગ્ન ઝાંસીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા શિવ પરિવાર કોલોનીમાં રહેતા સંદિપ ગોદૌલિયા સાથે થયા હતા. લગ્નમાં 29 લાખ રૂપિયાની રોકડનું દહેજ આપવામાં આવ્યું હતું. લગ્ન બાદ તુરંત સંદિપના પરિવારે દહેજ માટે સોનાલીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
2020માં સોનાલીએ એક દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ તેને મ્હેણાટોણાં અને ત્રાસ આપવામાં આવ્યો કે તેણે દીકરાને જન્મ કેમ ના આપ્યો. સોનાલીના પરિવારે તેની ડિલીવરીનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો, પણ સંદિપના પરિવારની લોભ અને લાલચનો કોઇ થોભ જ નહોતો. આ અંગે કોર્ટમાં બે વર્ષ સુધી કેસ પણ ચાલ્યો. ત્યાર બાદ સોનાલીના સાસરિયાઓ આવીને સમાધાન કરીને તેને પરત લઇ ગયા અને થોડા દિવસ બાદ ફરીથી મારઝૂડ અને ત્રાસ આપવાનું ચાલું કર્યું. સોનાલી તેની ચાર વર્ષની પુત્રી દર્શિકા સાથે પિતાના ઘેર પરત ફરી. ત્યાર બાદ ફરી એક વાર સોનાલીનો પતિ તેના ઘરે આવ્યો અને પરિવારમાં કોઇની બીમારીનું બહાનું કરી સોનાલીને પોતાની સાથે લઇ ગયો.
સોનાલીના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીને માર મારીને પછી ફાંસી પર લટકાવી દેવામાં આવી હતી. સોનાલીની નાની દીકરીએ પણ પોલીસને તેણે જે જોયું તેનું વર્ણન કરતા કહ્યું હતું કે , પપ્પાએ મમ્મીને મારી નાખી, પછી તેને ફાંસી પર લટકાવી. તેમણે માથા પર પથ્થર માર્યો અને પછી કોથળામાં ભરીને ફેંકી દીધી. પપ્પાએ એક દિવસ પહેલા પણ મમ્મીને ડરાવી ધમકાવી અને મારી હતી. મેં જ્યારે તેમને અટકાવ્યા, ત્યારે તેમણે મારી સાથે એવું જ કરવાની વાત કરી હતી.
Also read : પાકિસ્તાને ફરી LoC પારથી ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
હાલમાં પોલીસે સોનાલીના પતિ સંદિપ અને તેના પરિવારજનો સામે કેસ નોંધ્યો છે. સોનાલીની દીકરી દર્શિકાએ સ્કેચ દોરીને પિતાના કરતૂતોનો ભાંડાફોડ કર્યો છે. ક્રિમીનલ વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં સોનાલીની દીકરી દર્શિકાની જુબાની મહત્વપૂર્ણ સાબિત થશે.