નેશનલ

જેડીયુનો ચિરાગ પાસવાનને વળતો જવાબ, કહ્યું પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તાધારી એનડીએના સાથી પક્ષો વચ્ચે પણ નિવેદન બાજી પ્રકાશમાં આવી છે. જેમાં લોક જનશકિત પાર્ટીના પર પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના બિહાર સરકાર પર કાયદો અને વ્યવસ્થા સ્થિતિ પર પ્રહાર કર્યા હતા. જેની બાદ જેડીયુએ પણ ચિરાગ પાસવાનને વળતો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું કે રાજનેતાઓ પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ પછી બોલવું જોઈએ

વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક થયું છે : ચિરાગ પાસવાન

આ પૂર્વે એનડીએના સાથી પક્ષ લોક જનશકિત પાર્ટીના નેતા અને કેન્દ્રીય નેતા ચિરાગ પાસવાને સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક થયું છે. મને દુ:ખ થાય છે કે હું આવી સરકારને સમર્થન આપી રહ્યો છે. તેમણે કહ્યું એવું પણ બની શકે છે ચૂંટણીના લીધે આવી ઘટનાઓ કરાવવામાં આવી રહી હશે. પરંતુ વહીવટીતંત્રની પણ જવાબદારી છે કે આવી ઘટનાઓ પર કાબુ મેળવવામાં આવે.

જેડીયુ નેતા રાજીવ રંજને પલટવાર કર્યો

જયારે ચિરાગ પાસવાનના આ નિવેદન પર જેડીયુ નેતા રાજીવ રંજને પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે રાજનેતાઓ કોઈપણ નિવેદન કરતા પૂર્વે આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. કોઈની ટીકા ટીપ્પણી કરવાથી જવાબદારીથી છટકી શકાતું નથી.

ગૃહ મંત્રી અમિત શાહને સીએમ નીતીશ કુમાર પર વિશ્વાસ : જેડીયુ

બીજી તરફ ચિરાગ પાસવાનના નિવેદન પર જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સીએમ નીતીશ કુમાર પર વિશ્વાસ છે. આજ જ ભરોસો બિહારની જનતાનો તેમની પર છે. મન
વિચલિત થઈ શકે છે તેનો કોઈ ઉપાય નથી. પરંતુ કાયદાના શાસન પર કોઈ સંશય નથી. જનતા નિશ્ચિત છે.

એનડીએ સમાજ અને દેશ માટે જરૂરી

આ ઉપરાંત ચિરાગ પાસવાનના નિવેદન પર જીતન રામ માંઝીએ કહ્યું કે, આપણે એનડીએમાં છે એકબીજાની મદદ કરવી જોઈએ. આજ એનડીએ સમાજ અને દેશ માટે જરૂરી થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર તમામ રીતે વિકાસ કરી રહ્યા છે. જો કોઈ એનડીએનો વિરોધ કરી રહ્યા છે તો તેમની માટે રાજ્ય અને દેશ માટે સારી ભાવના નથી.

આ પણ વાંચો…ચિરાગ પાસવાને નીતીશ સરકારને ઘેરી, કહ્યું વહીવટીતંત્ર ગુનેગારો સામે નતમસ્તક

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button