નેશનલ

Prajwal Revanna Sex Scandal: પ્રજ્વલ રેવન્ના સામે JDSની મોટી કાર્યવાહી, પાર્ટીમાંથી સસ્પેન્ડ

બેંગલુરુ: પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna)ની મહિલાઓ સાથેની અશ્લીલ વીડિયો ક્લિપ્સ બાબતે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ મામલે રાજકારણ ગરમાયા બાદ પ્રજ્વલ રેવન્નાને જનતાદળ સેક્યુલર(JDS)માંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી. હવે JDSની કોર કમિટીએ પ્રજ્વલએ સસ્પેન્ડ કરી દીધો છે. તેની સામે SIT તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી કરવામાં આવ્યો છે.

JDSની કોર કમિટીના સભ્ય જીટી દેવગૌડાએ કહ્યું કે રાજ્ય સરકારે આ મામલે SITની રચના કરી છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે આ મામલે કોઈ નિવેદન આપીશું નહીં અને અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું. SITનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી રેવન્નાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રજ્વલ રેવન્ના ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) તરફથી હસન લોકસભા સીટ ઉમેદવાર છે.

પ્રજ્વલ રેવન્નાના સંખ્યાબંધ વીડિયો સામે આવ્યા છે. રેવન્નાના ઘરમાં કામ કરતી મહિલાએ પહેલા ફરિયાદ કરી. આ કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી છે. પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તે (સાંસદ પ્રજ્વલ રેવન્ના) તેને બોલાવી ગંદી હરકતો કરતો. પીડિત મહિલાએ આરોપ લાગવ્યો છે કે પ્રજ્વલ તેની પુત્રી સાથે પણ અશ્લીલ વાતો કરતો.

કર્ણાટકની કોંગ્રેસ સરકાર પણ આ મામલે સક્રિય બની છે. સિદ્ધારમૈયા સરકારે રેવન્ના વિરુદ્ધ SIT તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસ પાર્ટી પ્રજ્વલનો સતત વિરોધ કરી રહી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પૂછ્યું કે પીએમ મોદી આ મામલે મૌન કેમ છે? જે નેતાના ખભા પર હાથ મૂકીને વડાપ્રધાને ફોટો પડાવ્યો છે, જે નેતા માટે પ્રચાર કરવા વડાપ્રધાન પોતે ગયા હતા, નેતાના સ્ટેજ પર વખાણ કર્યા હતા. આજે કર્ણાટકનો આ નેતા દેશમાંથી ફરાર થઇ ગયો છે. તેના ઘૃણાસ્પદ ગુનાઓ વિશે સાંભળીને જ હૃદય કંપી ઉઠે છે. જેણે સેંકડો મહિલાઓની જિંદગી બરબાદ કરી નાખી. મોદીજી, શું તમે હજુ પણ મૌન રહેશો?’

આ મામલે એચડી દેવગૌડાના દીકરા અને કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ કહ્યું કે, “જો કોઈ પણ ગેરરીતિમાં સામેલ હશે તો તેને કાયદા મુજબ સજા કરવામાં આવશે. પરંતુ આ વીડિયો હમણાં જ કેમ જાહેર કરવામાં આવી રહ્યા છે? ચૂંટણી દરમિયાન જૂના મુદ્દા ઉઠાવવામાં આવે છે પરંતુ ચૂંટણીના પરિણામો પર કોઈ અસર નહીં થાય. આખા પરિવારનું નામ કેમ ઉછાળવામાં આવી રહ્યું છે? “

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button