ટોપ ન્યૂઝનેશનલ

જેડી વેંસની ભારતને આતંકીઓ પર કાર્યવાહી કરવાની સલાહ, જાવેદ અખ્તરે પણ કહી આ વાત…

વોશિંગ્ટન ડીસી / નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે એક ઈન્ટરવ્યૂમાં પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, અમને આશા છે ભારત આ આતંકી હુમલાનો જવાબ આપશે. પરંતુ તેનાથી પ્રાદેશિક યુદ્ધ ન થવું જોઈએ. પાકિસ્તાન કોઈપણ રીતે જવાબદાર છે, તેણે ભારત સાથે મળીને આતંકીઓને પકડવા અને તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં સહયોગ આપવો પડશે તેમ ઈચ્છીએ. જેડી વેંસ અને તેમનો પરિવાર પહેલગામ હુમલા વખતે ભારતની યાત્રા પર હતો. હુમલા બાદ તરત જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્ય્કત કરી હતી.

જાવેદ અખ્તરે પાકિસ્તાનને લીધું આડે હાથ
મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરે પહલગામ હુમલાને લઈ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, આવું એક વખત નહીં પરંતુ અનેક વાર થયું છે. હું કેન્દ્ર સરકારને કડક કામ લેવા વિનંતી કરું છું. સરહદ પર માત્ર ફટાકડા ફોડવાથી કામ નહીં થાય. હવે કોઈ નક્કર પગલાં લેવા પડશે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળવો જોઈએ. મને રાજકારણમાં વધારે ખબર પડતી નથી પરંતુ એટલી ખબર છે કે હવે આર પારનો સમય આવી ગયો છે.

સરહદ પર યુદ્ધવિરામ ઉલ્લંઘન વચ્ચે, પાકિસ્તાનના આર્મી ચીફે પરી એકવાર વાહિયાત નિવેદન આપ્યું હતું. આર્મી ચીફ જનરલ અસીર મુનીરે કહ્યું કે, ભારત દ્વારા કરવામાં આવેલી કોઈપણ કાર્યવાહીનો ઝડપી જવાબ આપવામાં આવશે. લશ્કરી કવાયત દરમિયાન પાકિસ્તાની સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું, કોઈ ગેરસમજ ન હોવી જોઈએ, ભારત દ્વારા કોઈપણ લશ્કરી આક્રમણનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પ્રાદેશિક શાંતિ માટે પ્રતિબદ્ધ છે પરંતુ રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે અમારી તૈયારી અને સંકલ્પ સંપૂર્ણ છે.

આપણ વાંચો : PM Modi એ માર્સેલીમાં વિશ્વયુદ્ધના શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી, વીર સાવરકરને પણ કર્યા યાદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button