શું જયંત ચૌધરી U-ટર્ન લેશે? ભાજપ કાયકર્તાઓએ IPS અધિકારીને ખાલિસ્તાની કહેવા બાબતે આપ્યું આવું નિવેદન
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા ઉત્પીડનના મામલામાં IPS ઓફિસર અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચેની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં IPS ઓફિસર જસપ્રીત સિંહને ભાજપ કાર્યકર્તાઓને ઠપકો આપતા સાંભળી શકાય છે કે. અહેવાલો મુજબ ભાજપના કાર્યકર્તાઓએ IPS ઓફિસરને ‘ખાલિસ્તાની’ કહ્યા હતા, જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. વિડીયોમાં તેઓ ભાજપના કાર્યકરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.
રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરીએ, જેઓ ભાજપ સાથે ગઠબંધનના સમાચારોને લઈને સમાચારમાં હતા, તેમણે પણ આ મામલે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું – “હું IPS જસપ્રીત સિંહનો ગુસ્સો સમજી શકું છું!” જોકે તેમણે આ વિશે વધુ વાત કરી ન હતી.
એવી પણ ચર્ચા છે કે જયંત ચૌધરી NDA ગઠબંધન સાથે જવાનો પોતાનો નિર્ણય બદલી શકે છે. હાલમાં સત્તાવાર રીતે પણ તેઓ આ ગઠબંધન વિશે સ્પષ્ટ કંઈ બોલતા જોવા મળ્યા નથી.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું – તેમના બલિદાન અને આપણા રાષ્ટ્ર પ્રત્યેના અટલ સંકલ્પ માટે આદરણીય આપણા શીખ ભાઈઓ અને બહેનોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આ પ્રયાસની હું સખત નિંદા કરું છું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે IPS ઓફિસર કહી રહ્યા છે – “મેં પાઘડી પહેરી હોવાથી તમે મને ખાલિસ્તાની કહો છો. જો મેં પાઘડી ન પહેરી હોત તો તમે મને ખાલિસ્તાની કહ્યું હોત? તમે મારા ધર્મ પર વાત ન કરી શકો. હું તમારા ધર્મ પર બોલતો નથી. જો પોલીસવાળા પાઘડી પહેરે છે, તો તે ખાલિસ્તાની છે?”
ભાજપના કાર્યકરોએ કહ્યું હતું કે તેમણે પોલીસ અધિકારીને આવું કશું જ કહ્યું ન હતું.