
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan) એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાજપના સાંસદ ‘નાટક’ કરી રહ્યા હોવાનો શુક્વારે આરોપ લગાવ્યો હતો. જે બાદ જયા બચ્ચને કહ્યું કે તેમને અભિનય પુરસ્કાર મળવો જોઈએ. વિપક્ષો દ્વારા કાઢવામાં આવેલી વિરોધ કૂચ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રાજ્યસભાના સભ્ય જયા બચ્ચને દાવો કર્યો હતો કે તેમણે એક અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીમાં ભાજપના સાંસદો પ્રતાપ ચંદ્ર સારંગી, મુકેશ રાજપૂત અને એસ. ફેંગનોન કોન્યાક કરતાં વધુ સારી એક્ટિંગ ક્યારેય જોઈ નથી.
ભાજપે કર્યો વળતો પ્રહાર
ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ સપા અને વિપક્ષના ‘INDIA’ ગઠબંધનની ‘અસલી સંસ્કૃતિ’ છે, જેમાં જયા બચ્ચન ‘હુમલાખોર’ સાથે ઊભા છે. તેઓ પીડિત અને આદિવાસી મહિલા સાંસદ સાથે ઊભા નહોતા.
શું છે મામલો
ગુરુવારે દિલ્હી પોલીસે સંસદ પરિસરમાં ‘હંગામો’ કરવાના સંબંધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. શાસક અને વિપક્ષી દળોના સભ્યો ગુરુવારે સંસદ ભવનના ‘મકર દ્વાર’ પાસે સામ-સામે આવી ગયા હતા અને બંધારણના ઘડવૈયા બી. આર. આંબેડકરના કથિત અપમાન અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષ અને એનડીએના સાંસદો વચ્ચે થયેલી ઝપાઝપીમાં પૂર્વ મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગી અને લોકસભા સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.
આ પણ વાંચો…ક્રેડિટ કાર્ડ યુઝર્સને SCનો ઝટકો, જો સમયસર બિલ નહીં ચૂકવે તો હવે વધુ બિલ ચૂકવવું પડશે
સંસદમાં થયેલી ધક્કામુક્કીમાં મામલે ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે. ડીસીપી ક્રાઈમ બ્રાંચ સંજય કુમાર સૈને કહ્યું કે, એસપી રમેશ લાંબાના નેતૃત્વમાં એક ટીમ મામલાની તપાસ કરશે. ક્રાઈમ બ્રાંચની ટીમને શુક્રવારે રાત્રે આ કેસ સંબંધિત ડોક્યુમેંટ મળ્યા હોવાનું કહેવાય છે.