જયા બચ્ચન હવે પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યાં, કહ્યું મને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશ નહીં…

નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદના બંને ગૃહોમાં વિપક્ષના સાંસદો ‘ઑપરેશન સિંદૂર’ને લઈને પોતાનું ભાષાણ આપી રહ્યા છે. આજે રાજ્યસભામાં સપા (સમાજવાદી પાર્ટી)નાં સાંસદ જયા બચ્ચને પોતાનું ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણ વખતે જયા બચ્ચન નારાજ થઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં શિવસેનાનાં સાંસદને કહ્યું હતું કે મને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશ નહીં.
જયા બચ્ચન કેમ થયા નારાજ?
રાજ્યસભામાં સપાના સાંસદ જયા બચ્ચન જ્યારે ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે સત્તાપક્ષના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. જેને લઈને જયા બચ્ચને પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “કોઈ મને ટોકશે તો હું ચૂપ થઈ જઈશ નહીં પછી મને સમય આપવો પડશે.”
આપણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…
સત્તાપક્ષના અવાજને લઈને પોતાની નારાજગી વ્યક્ત કર્યા બાદ જયા બચ્ચને પોતાના ભાષણમાં જણાવ્યું કે, “રાજ્યસભામાં મહોર મારીને કહેવામાં આવ્યું કે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકવાદ સમાપ્ત થઈ ગયો છે. ક્યા થયો છે? પહલગામમાં જે પર્યટકો ગયા હતા. તે એના વિશ્વાસે ગયા હતા. આ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ ટેબલ થપથપાવ્યું હતું.
જયા બચ્ચને આગળ જણાવ્યું કે, “લોકોને લાગ્યું હતું કે કશ્મીર તો અમારા માટે સ્વર્ગ છે, શું એ લોકોને મળ્યું. તમે જે વચન આપ્યું હતુ, તેનો તમે વિશ્વાસ તોડ્યો છે. એ પરિવારના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. તમારી અંદર એ માણસાઈ નથી. તમે એમની પાસે માફી માંગી? સરકાર તમારી સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી. હું માફી માંગું છું, તો આજે આ ન થાત.”
આપણ વાંચો: આ સ્ટારે કર્યું Amitabh Bachchanનું અપમાન, જયા બચ્ચને કર્યું કંઈક એવું કે…
જયા બચ્ચને વધુમાં જણાવ્યું કે, “હું આપ સૌને ધન્યવાદ આપીશ કે તમે એવા લેખકોને રાખ્યા છે, જે મોટા મોટા નામ આપે છે. આ સિંદૂર નામ કેમ આપ્યું? સિંદૂર તો ભૂંસાઈ ગયું, જે લોકોની હત્યા થઈ, જેમની પત્ની રહી ગઈ.” ત્યાર બાદ પણ સત્તાપક્ષે હોબાળો શરૂ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, “તમે જ્યારે બોલો છો તો ત્યારે હું ટોકતી નથી.
તમારી વાણી પર કાબૂ રાખો.” તેમણે પોતાની બાજુમાં બેસેલા શિવસેના(યુબીટી)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને કહ્યું કે પ્રિયંકા મને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશ નહીં. દરમિયાન પ્રિયંકા ચતુર્વેદી મોઢું સંતાડીને હસતા જોવા મળ્યા હતા.
જયા બચ્ચનના નામમાં અમિતાભનું નામ ન બોલ્યું
ઉલ્લેખનીય છે કે, સભાપતિના સ્થાને બિરાજમાન સુરેન્દ્ર સિંહ નાગરે શરૂઆતમાં શ્રીમતી જયા બચ્ચન એવા નામનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉના સત્રમાં જયા બચ્ચને ઉપસભાપતિ સામે તેમનું પૂરૂ નામ બોલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ અંગે ઘણી ચર્ચા થઈ હતી. તત્કાલિન સભાપતિ જગદીપ ઘનખડે તેઓને પોતાનું નામ સુધારાવી દેવાની સલાહ આપી હતી.