નેશનલ

મુખ્યપ્રધાનની શપથવિધિના એક દિવસ બાદ IED બ્લાસ્ટમાં જવાનનું મોત, આ રાજ્યના લોકોની સુરક્ષા જોખમાઇ

છત્તીસગઢ: નક્સલીઓની અથડામણનો મુદ્દો છત્તીસગઢ માટે અત્યંત કપરો સાબિત થઇ રહ્યો છે. આજે કાંકેર જિલ્લાના પરતાપપુરના સડકટોલા ગામ પાસે નક્સલવાદીઓના હુમલામાં એક BSF જવાનનું મોત થયું છે. જવાનને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ એ દરમિયાન રસ્તામાં જ તેમનું નિધન થયું હતું.

છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા આઇઇડી બ્લાસ્ટમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. IED વિસ્ફોટની ઝપટમાં આવતા સતત બીજા દિવસે જવાન શહીદ થયો છે. નવ નિયુક્ત મુખ્યપ્રધાનના શપથગ્રહણને દિવસે પણ એટલે કે 13 ડિસેમ્બરે પણ નારાયણપુરમાં આઇઇડી બ્લાસ્ટમાં છત્તીસગઢ સશસ્ત્ર દળના કમલેશ સાહુ શહીદ થયા હતા જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.


લગભગ સોમવારથી જ સતત છત્તીસગઢમાં નક્સલી હુમલાઓ વધી રહ્યા છે. સોમવારે સૌથી પહેલા નક્સલીઓએ સોમવારે સુકમામાં બ્લાસ્ટ કર્યો હતો જેમાં DRGના 4 જવાન ઘાયલ થયા હતા, એ પછી મંગળવારે સુકમામાં જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થયો હતો.


છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન તરીકે બુધવારે વિષ્ણુદેવ સાય સાથે ઉપમુખ્યપ્રધાન તરીકે વિજય શર્મા અને અરૂણ સાવે શપથ લીધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button