જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ક્યારે છે લડ્ડુ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત? જાણો સાચો સમય...
નેશનલ

જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ક્યારે છે લડ્ડુ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત? જાણો સાચો સમય…

Janmashtami 2025 Puja Muhurat: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આજના દિવસની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

ઘણા લોકો પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલને પારણામાં સ્થાપીને પૂજા પણ કરતા હોય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપની પૂજા કરવાનું ખાસ મુહૂર્ત પણ હોય છે. આવો જાણીએ, આજના દિવસે ભગવાનની શ્રી કૃષ્ણની પૂજાનું શુભ મુહૂર્ત ક્યારે છે.

ભગવાન શ્રી કૃષ્ણનો પૂજાવિધિ અને શુભ મુહૂર્ત
ઉદયા તિથિ પ્રમાણે, 16 ઓગસ્ટ 2025ના રોજ એટલે કે આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ તથા અમૃત સિદ્ધિ યોગ જેવા બે મહત્ત્વના યોગ બની રહ્યા છે. તેથી આ યોગનું ધ્યાન રાખીને પૂજા કરવાથી વિશેષ લાભ થશે.

16 ઓગસ્ટ 2025ની રાત્રે માત્ર 45 મિનિટ સુધી ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનું શુભ મુહૂર્ત છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનું શુભ મુહૂર્ત રાત્રે 12:04 વાગ્યે શરૂ થશે અને 12:45 વાગ્યે પૂરૂ થશે.

શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ ખીરા વડે બાળ ગોપાલનો જન્મ કરાવવામાં આવે છે. ત્યારબાદ લડ્ડુ ગોપાલની ધાતુની પ્રતિમાને દૂધ, દહી, મધ, સાંકર, ઘી વડે પંચામૃત તથા પાણી વડે સ્નાન કરાવવામાં આવે છે. ભગવાનને શણગાર અને વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ભોગ-પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્વયં એક મહામંત્ર છે. જેથી પૂજા કરતી વખતે તેનો જાપ કરવો જોઈએ. તમે ‘હરે કૃષ્ણ’ મહામંત્રનો જાપ પણ કરી શકો છો. આ સિવાય ‘મધુરાષ્ટક’ અને ‘ગોપાલ સહસ્ત્રનામ’નો પાઠ પણ કરી શકો છો. જોકે, પૂજા દરમિયાન કાળા અથવા સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ. પૂજા કરનાર વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો…જન્માષ્ટમી સ્પેશિયલ: લડ્ડુ ગોપાલનો શણગાર અને ભોગ-પ્રસાદ તૈયાર કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button